ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં કોરોનાના 31, દાદરા નગર હવેલી અને દમણમાં 98 કેસ નોંધાયાં - Dadra Nagar Haveli Corona News

વલસાડ જિલ્લામાં મંગળવારે કોરોનાના નવા 32 કેસ નોંધાયા છે. તેમજ 3 દર્દીઓના મોત થયા હતા. જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં 71 અને દમણમાં 27 મળી કુલ 98 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે.

વલસાડમાં
વલસાડમાં

By

Published : Apr 13, 2021, 9:39 PM IST

  • સેલવાસમાં કોરોનાના 71 કેસ નોંધાયા
  • વલસાડમાં 32 નવા કેસ સાથે 3 ના મોત
  • દમણમાં 27 નવા કેસ સામે આવ્યા

વલસાડઃ જિલ્લામાં મંગળવારે કોરોનાના નવા 32 કેસ સામે આવ્યાં છે, તેમજ 3 દર્દીઓનો કોરોનાએ ભોગ લીધો છે. આ તરફ દાદરા નગર હવેલીમાં 71 અને દમણમાં 27 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા.

કોરોના પ્રેસ નોટ

1399 દર્દીઓ સારવાર મેળવી સ્વસ્થ થયા

વલસાડ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ યથાવત રહ્યું છે. મંગળવારે જિલ્લામાં 3 કોરોના દર્દીઓના મોત નીપજ્યા હતા. તો, કોરોનાના નવા 32 પોઝિટિવ કેસ નોંધાયા હતા. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1789 દર્દીઓમાંથી 229 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 163 દર્દીઓના મોત થયા છે. તેમજ 1399 દર્દીઓ સારવાર મેળવી સ્વસ્થ થયા છે.

કોરોના પ્રેસ નોટ

આ પણ વાંચોઃ ડાંગ જિલ્લામાં 5 ડિસ્ચાર્જ, 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

સેલવાસમાં 339 એક્ટિવ દર્દીઓ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દાદરા નગર હવેલીમાં મંગળવારે એક જ દિવસમાં નવા 71 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં. દાદરા નગર હવેલીમાં અત્યાર સુધીમાં કુલ 2178 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ તેમાંથી 1838 દર્દીઓ સારવાર મેળવી સ્વસ્થ થયા છે. જ્યારે 339 દર્દીઓ સારવાર હેઠળ છે.

કોરોના પ્રેસ નોટ

દમણમાં 210 એક્ટિવ દર્દીઓ

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પણ મંગળવારે વધુ 27 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેની સામે 10 દર્દીઓને રજા આપવામાં આવી હતી. દમણમાં કુલ 1720 દર્દીઓ પૈકી 1509 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. જ્યારે 210 એક્ટિવ કેસ છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

કોરોના પ્રેસ નોટ

આ પણ વાંચોઃ જામનગરમાં 302 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

લોકોમાં ભયનો માહોલ

ઉલ્લેખનીય છે કે, વલસાડમાં 32 કેસ, કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં 71 અને દમણ 27 મળી કુલ 130 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

ABOUT THE AUTHOR

...view details