વલસાડ: વાપીના કંચન નગર ખાતેથી પોલીસને મળેલી બાતમીના આધારે રેડ પાડી 30 કિલો કથિત ગૌમાંસનો જથ્થો ઝડપી પાડયો હતો. માસનું વેચાણ કરનારી મહિલાએ પોલીસને સહકાર નહીં આપતા સ્થાનિક વેટરનરી ડોક્ટરનો સંપર્ક કરી પરિક્ષણની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાપી ટાઉનના કંચન નગર ખાતે આવેલી એક બેકરીની આગળના મકાનમાં રહેતા સમીમ મજીદ ખાન પઠાણના ઘરમાં છેલ્લા ઘણા સમયથી ગૌમાંસનું વેચાણ કરાઇ રહ્યું છે એવી બાતમી વાપી ટાઉન પોલીસને મળી હતી.
લોકડાઉન વચ્ચે વાપીમાંથી 30 કિલો માંસ ઝડપાયું, ગૌમાંસની શંકાના અધારે પોલીસે 1ની ધરપકડ કરી - Vapi Town Police
એક તરફ સમગ્ર રાજ્યમાં લોકડાઉન છે. આવા સમયે વાપીમાથી 30 કિલો કથિત ગૌમાંસ સાથે એક મહિલાની ધરપકડ કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે.
જેના આધારે વાપી ટાઉન પોલીસે બાતમીના સ્થળે તપાસ હાથ ધરતા સમીમ યાકુબ મજીદ ખાન પઠાણના ઘરના આગળના રૂમમાંથી 30 કિલો કથિત ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે પોલીસ દ્વારા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
તેમ છતાં મકાનમાલિક સમીમ પઠાણ દ્વારા પોલીસને આ માંસ કયા પ્રાણીનું છે તે અંગે નહીં જણાવતાં પોલીસે માંસના જથ્થાનો કબ્જો લઇ સ્થાનિક વેટરનરી ડોક્ટરનો સંપર્ક કરી પરિક્ષણ કરવાની તજવીજ હાથ ધરી હતી. હાલમાં વાપી ટાઉન પોલીસ મથક દ્વારા સમીમ મજીદ ખાન પઠાણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.