ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ જિલ્લામાં 30 ધનવંતરી આરોગ્ય રથ કાર્યરત સર્વે અને ટેસ્ટ કામગીરીનો ઉતમ નમૂનો - Dhanvantari health chariots

વલસાડ જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના સંક્રમણની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. હાલ વલસાડ જિલ્લામાં 828 જેટલા દર્દીઓ સરકારી હોસ્પિટલના ચોપડે સારવાર હેઠળ છે. હવે ધીરે-ધીરે ગ્રામીણ કક્ષાએ પણ સંક્રમણ દિન-પ્રતિદિન વધતું જઈ રહ્યું છે, ત્યારે વહીવટી તંત્રને આરોગ્ય વિભાગ દ્વારા ધનવંતરી આરોગ્ય રથ ગ્રામીણ કક્ષાએ ખૂબ જ ઉમદા કામગીરી બજાવી રહ્યા છે. ગ્રામીણ કક્ષાએ વિવિધ ફળિયા પડ્યા અને વસ્તુઓમાં પહોંચી સ્થળ પર એન્ટિજન રેપિડ ટેસ્ટ તેમજ RT-PCR ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે, તો સાથે-સાથે લક્ષણો જણાતા લોકોને વિશેષ સમજણ આપી હોસ્પિટલ સુધી પહોંચતા કરાઈ રહ્યા છે.

વલસાડ જિલ્લામાં 30 જેટલા ધનવંતરી આરોગ્ય દ્વારા સર્વે અને કોરોના ટેસ્ટની ઉમદા કામગીરી
વલસાડ જિલ્લામાં 30 જેટલા ધનવંતરી આરોગ્ય દ્વારા સર્વે અને કોરોના ટેસ્ટની ઉમદા કામગીરી

By

Published : Apr 27, 2021, 9:06 AM IST

  • વલસાડ જિલ્લામાં 30 જેટલા ધનવંતરી આરોગ્ય દ્વારા સર્વે અને કોરોના ટેસ્ટની ઉમદા કામગીરી
  • સંક્રમણ વધુ હોય તેવા વિસ્તારમાં જઈ સ્થળ પર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે
  • વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં ધનવંતરી આરોગ્ય દ્વારા 9,10,774 OPD કરવામાં આવી છે
  • જિલ્લામાં 2,421 જેટલા લક્ષણો ધરાવતા લોકોને ધનવંતરી દ્વારા શોધી કાઢવામાં સફળતા મળી છે

વલસાડ: જે રીતે વલસાડ જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેને જોતા દિન-પ્રતિદિન સંક્રમણની સંખ્યા પણ વધી રહી છે. હવે આ સંક્રમણ ગ્રામીણ કક્ષા સુધી પણ પહોંચી ગયું છે. વિવિધ તાલુકાઓમાં દિન-પ્રતિદિન કેસો વધતા જઈ રહ્યા છે, ત્યારે જે વિસ્તારમાં વધુ સંક્રમણ હોય તેવા વિસ્તારમાં કોરોના સંક્રમિત દર્દીઓને શોધી કાઢવા માટે સર્વે કામગીરી હાથ ધરવા તેમજ સ્થળ ઉપર ટેસ્ટ કરવા માટે ધનવંતરી આરોગ્ય રથની સેવા આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હતી. તે આજે પણ કાર્યરત છે, જેના દ્વારા વિવિધ ગામડાઓમાં પહોંચીને એન્ટિજન રેપિડ ટેસ્ટ અને RT-PCR કરવામાં આવી રહ્યા છે. જેથી સ્થળ ઉપર જ એન્ટિજન રેપિડ ટેસ્ટમાં કોરોનાના લક્ષણ ધરાવતા લોકો પોઝિટિવ છે કે નહીં તે અંગેની તાત્કાલિક જાણકારી મળી જાય અને તેઓને સારવાર પણ શરૂ થઈ શકે.

સંક્રમણ વધુ હોય તેવા વિસ્તારમાં જઈ સ્થળ પર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે

આ પણ વાંચો: કરજણમાં ધનવંતરી આરોગ્ય રથ દ્વારા કોરોના ટેસ્ટિગની કામગીરી

ધરમપુર તાલુકામાં ચાર જેટલા ધનવંતરી આરોગ્ય વિવિધ સ્થળોએ કામગીરી બજાવી રહ્યા છે

હાલમાં ધરમપુરમાં કોરોના સંક્રમણની સંખ્યા દિન-પ્રતિદિન વધતી જઇ રહી છે, ત્યારે ધરમપુર તાલુકામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા ધનવંતરી આરોગ્ય રથની સેવા કાર્યરત છે. જે દરેક ગામે-ગામ ફરીને સર્વે કામગીરી બજાવી રહી છે. વલસાડ જિલ્લામાં કુલ 30 જેટલા ધનવંતરી આરોગ્ય ફરી રહ્યા છે. અત્યાર સુધીમાં તેમના દ્વારા 9,10,774 OPD કરવામાં આવી છે. જ્યારે 2,35,884નો સર્વે કરવામાં આવ્યો છે. જેમાં 2,421 જેટલા કોરોના સંક્રમિત લોકોને શોધી કાઢવામાં સફળતા મળી છે.

શરદી-ખાંસી કે સૂકી ઉધરસ લઈને આવતા લોકો માટે સ્થળ ઉપર જ દવા પણ અપાય છે

હાલ કોરોનાની મહામારી જે રીતે વધી રહી છે તેને જોતા શરદી,ખાંસી-ઉધરસ લઈને અનેક લોકો ધનવંતરી આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર પાસે પહોંચતા હોય છે, પરંતુ આવા લોકોના લક્ષણો જાણ્યા બાદ અને ટેસ્ટ કર્યા બાદ તેઓને સ્થળ ઉપર જ દવાઓ પણ પૂરી પાડવામાં આવે છે. જેથી તેઓને હોસ્પિટલ સુધી જવાની જરૂર પડતી નથી. વળી, સાથે-સાથે એન્ટિજન રેપિડ ટેસ્ટ કર્યા બાદ તેઓને તાત્કાલિક જ કોરોના પોઝિટિવ દર્દી છે કે નહીં તે પણ સ્થળ ઉપર જ ખબર પડી જતી હોય છે. જેથી જો કોઈ પોઝિટિવ આવે તો આવા દર્દીને જરૂર જણાઈ તો હોસ્પિટલ સારવાર માટે મોકલવા માટેની ભલામણ કરવામાં આવે છે.

આ પણ વાંચો: સંતરામપુરના વિવિધ વિસ્તારોમાં ધનવંતરી આરોગ્ય રથ દ્વારા રેપિડ એન્ટીજન‌ ટેસ્ટ કરવામાં આવ્યા

ધનવંતરી આરોગ્ય રથ દ્વારા વિશેષ કામગીરી

આમ, વલસાડ જિલ્લામાં કાર્યરત બનેલા 30 જેટલા ધનવંતરી આરોગ્ય રથ દ્વારા વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે અને ખાસ કરીને કપરાડા અને ધરમપુર જેવા અંતરિયાળ વિસ્તારના ગામોમાં પહોંચીને સંક્રમણનો સર્વે તેમજ રેપીડ ટેસ્ટ કરીને લોકોને કોરોના અંગેની તકેદારી રાખવા માટે સાચી સમજણ આપવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details