ગુજરાત

gujarat

ETV Bharat / state

ઘાતક સર્પદંશમાં તાત્કાલિક સારવાર વડે બાળકને મળ્યું નવજીવન - ઘાતક સર્પદંશમાં તાત્કાલિક સારવાર વડે બાળકને મળ્યું નવજીવન

ધરમપુર ખાતે આવેલી સાંઈનાથ હોસ્પીટલ ત્રણ વર્ષના બાળક માટે સંજીવની સમાન બની છે. વાપીના કરવડ ગામે રહેતા શ્રમિક પરિવારના પુત્રને સર્પદંશની તાત્કાલિક સારવાર કરી ડૉક્ટર ડી.સી. પટેલે મોતના મુખમાંથી ઉગારી લેતા બાળકને જીવનદાન મળ્યુ છે.

ઘાતક સર્પદંશમાં તાત્કાલિક સારવાર વડે બાળકને મળ્યું નવજીવન
ઘાતક સર્પદંશમાં તાત્કાલિક સારવાર વડે બાળકને મળ્યું નવજીવન

By

Published : May 13, 2020, 5:19 PM IST

વલસાડ: વાપી નજીક આવેલા કરવડ ગામે રહેતા શ્રમિક પરિવારના ત્રણ વર્ષીય પુત્રને તેની માતા ખોળામાં બેસાડીને તેની મોટી બહેનને ભણાવી રહી હતી. તે દરમિયાન દિવાલના કાણામાંથી સાપ ઘુસી જતા બાળકને ડંખ માર્યો હતો. જેથી તેને તાત્કાલીક સારવાર અર્થે સાઈનાથ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ઘાતક સર્પદંશમાં તાત્કાલિક સારવાર વડે બાળકને મળ્યું નવજીવન

જ્યાં ડૉક્ટર ડી.સી. પટેલે આ બાળકની તાત્કાલિક સારવાર શરૂ કરી હતી અને 24 કલાકની સારવાર બાદ તેને નવજીવન આપ્યું હતું. હાલ આ બાળકના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળી રહ્યો છે અને પગલે પરિવારજનોને પણ રાહત થઇ છે.

નોંધનીય છે કે, ડૉક્ટર ડી.સી. પટેલ સર્પદંશની સારવાર માટે જાણીતા છે અને અત્યાર સુધીમાં તેમણે પાંચ હજારથી વધુ લોકોના જીવ બચાવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details