વલસાડ: હવામાન વિભાગે કરેલી આગાહીને કારણે બુધવારે બપોર બાદ કપરાડા તાલુકામાં અંતરિયાળ ગામોમાં વાવાઝોડા સાથે ધોધમાર કમોસમી વરસાદ તૂટી પડયો હતો. આ વરસાદના કારણે તાલુકાના નારવડ, વડોલી અને દીક્ષલ ગામે કેટલાક સ્થાનિક રહીશોના ઘર ઉપર મૂકવામાં આવેલા સિમેન્ટના પતરા ઉડ્યા હતા. આ ઉપરાંત કેટલાક કાચા ઘરોમાં મૂકેલા નળિયા પણ ઉડી જતાં નુકસાન થયું છે.
કમોસમી વરસાદને કારણે કપરાડાના 3 ગામોમાં ખાનાખરાબી - વલસાડમાં કમોસમી વરસાદ
વલસાડ જિલ્લાના ત્રણ ગામોમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ થયો છે. આ કમોસમી વરસાદના કારણે વડોલી, દિક્ષલ અને નારવડ ગામે અનેક ઘરોના પતરા ઉડતાં ભારે નુકસાન થયું છે.
કમોસમી વરસાદને કારણે કપરાડાના 3 ગામોમાં ખાનાખરાબી
આ અંગે કપરાડાના TDOએ જણાવ્યું હતું કે, નારવડ ગામે કાશીનાથ તેમજ દિક્ષલ ગામમાં ત્રિમ્બકભાઈ અને નારવડ ગામમાં 15 જેટલા ઘરને નુકસાન થયું છે. વધુમાં તેમણે જણાવ્યું કે, તેમની ટીમ ગુરૂવારે ગામનો સર્વે કરવાના છે.
ઉલ્લેખનીય છે કે, વાતાવરણમાં આવેલા પલટાને કારણે પડેલા કમોસમી વરસાદે કપરાડા તાલુકાના ગામોમાં ખાનાખરાબી સર્જી છે. એમાં પણ ઝડપી પવનને કારણે પતરા ઉડતા વરસાદી પાણી લોકોના ઘરોમાં પડ્યું હતું. જેથી સ્થાનિક લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા.