વલસાડ જિલ્લામાં 3 દિવસથી મેઘમહેર યથાવત છે. ત્યારે કપરાડા તાલુકાના અંતરિયાળ એવા કરચોંડ ગામેથી વહેતી તુલસી નદીમાં પાણી આવતા કેતકી અને ઉમલી તેમજ કરચોંડ ગામને જોડતો મુખ્ય માર્ગ ઉપર તુલસી નદી ઉપર બનેલ બ્રિજ ઉપરથી પાણી ફરી વળતા 3 ગામનો સંપર્ક કપાયો હતો. વધુ વરસાદને પગલે બ્રિજ ઉપર 1.5 ફૂટ જેટલું પાણી ફરી વળ્યું હતું.
કપરાડાના કરચોંડ ગામે તુલસી નદીના બ્રિજ ઉપર પાણી ફરી વળતા 3 ગામ સંપર્ક વિહોણા - 3 villages
વલસાડઃ જિલ્લાના કપરાડામાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો હતો. કપરાડા તાલુકામાં છેલ્લા 4 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. આજે સવારે 6થી 10 સુધીમાં 4 ઇંચ જેટલો સાંબેલાધાર વરસાદ વરસતા નદીનાળા છલકાયા હતા. કપરાડા તાલુકામાં કરચોંડ ગામેથી વહેતી તુલસી નદીના કોઝવે ઉપર પાણી ફરી વળતા 3 ગામો સંપર્ક વિહોણા બન્યા હતા.
કપરાડાના કરચોંડ ગામે તુલસી નદીના બ્રિજ ઉપર પાણી ફરી વળતા 3 ગામ સંપર્ક વિહોણા
નોંધનીય છે કે, નાના મોટા નદી નાળાના પાણીને લઈ તુલસી નદી અંતે દમણગંગા નદીને મળે છે. ત્યારે કપરાડા તાલુકામાં 4 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ પડતાં અહીં નદીઓમાં પુર જેવી સ્થિતિ ઉદ્ભવી હતી.