ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં હોટેલની લિફ્ટમાં 3 વ્યક્તિઓ ફસાયા, લોકોએ કાચ તોડી બહાર કાઢ્યા - લિફ્ટ બંધ થવાથી લોકો હેરાન

વાપીમાં વિશાલ મેગા માર્ટની બાજુમાં આવેલી હોટેલ હોરિઝોનની લિફ્ટમાં ગુરુવારે બપોરે 3થી 4 લોકો ફસાઈ ગયા હતાં. જેઓને સ્થાનિક લોકોએ લિફ્ટના કાચ તોડી બહાર કાઢ્યા હતાં. હોટેલ માલિક દ્વારા લિફ્ટની મરામત કરવામાં ના આવતા આ ઘટના બની હોવાનું પ્રાથમિક તારણ પ્રકાશમાં આવ્યું હતું.

vapi
vapi

By

Published : Mar 20, 2020, 2:39 AM IST

Updated : Mar 20, 2020, 2:49 AM IST

વલસાડઃ જિલ્લાના વાપીમાં ગુંજન વિસ્તારમાં વિશાલ મેગા માર્ટ નજીક આવેલી હોટેલ હોરિઝોનની લિફ્ટમાં 4 જેટલા લોકો ચડ્યા હતાં. જે બાદ લિફ્ટ ઉપર જઈ અટકી જતા લિફ્ટમાં સવાર લોકો લિફ્ટમાં જ ફસાઈ ગયા હતાં. જેઓને ફસાયેલા જોઈ સ્થાનિક લોકોએ પહેલા ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગ આવે તે પહેલાં લિફ્ટના કાચ તોડી અંદર ફસાયેલા લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા.

સમગ્ર મામલે વાપી નોટિફાઇડ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, લોકોએ ફસાયેલા તમામને હેમખેમ બહાર કાઢી લીધાં છે. પરંતુ લાંબો સમય સુધી જો લિફ્ટનું સમારકામ કરવામાં ના આવ્યું હોય તો આવી ઘટના બનતી હોય છે.

વાપીમાં હોટેલની લિફ્ટમાં 3 વ્યક્તિઓ ફસાયા
લિફ્ટ ખરાબ થવાના કારણ અંગે હોટેલ હોરિઝોનના માલિકને પૂછવામાં આવતા તેમણે ગોળગોળ બહાનાબાજી જેવો જવાબ આપી કેમેરા સામે આવવાનું ટાળ્યું હતું.
Last Updated : Mar 20, 2020, 2:49 AM IST

ABOUT THE AUTHOR

...view details