ટામેટાના કેરેટની આડમાં લઇ જવતો 3 લાખથી વધુનો દારૂ ઝડપાયો વલસાડ સીટી પોલીસ પેટ્રોલિંગમાં હતી. જે સમયે ધરમપુર ચોકડી નજીક અમદાવાદ તરફ જતા હાઇવેના સર્વિસ રોડ પર મુંબઈ તરફથી આવતી એક પિકઅપમાં દારૂ લઈ જવાતો હોવાની બાતમી મળી હતી. પોલીસે આ વાહન આવતા તેને ટોર્ચ મારી ઉભી રાખવા માટે ઈશારો કરતા તેમાં બેસેલો ચાલક અને ક્લીનર પિકઅપ મૂકી પલાયન થઈ ગયા હતા.
ટામેટાના કેરેટની આડમાં લઇ જવતો 3 લાખથી વધુનો દારૂ ઝડપાયો - gujarat police
વલસાડ: ગુજરાતમાં દારૂ માટે કડક કાયદો બનાવવામાં આવ્યો છે, તેમ છતાં દારૂનું વહન કરતા ખેપિયાઓ દારૂ લઈ જવા માટે અવનવા કિમીયા આપનાવતા હોય છે. સોમવારે વલસાડ સીટી પોલીસે ધરમપુર રોડ સર્વિસ રોડ ઉપરથી બાતમીના આધારે ટામેટા ભરેલા કેરેટની આડમાં સુરત તરફ પિકઅપમાં ભરીને લઈ જવાતો 3,67,200ની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો હતો.
પોલીસે પિકઅપમાં તપાસ કરતા તેમાં મુકેલ શાકભાજી ટામેટા ભરેલા કેરેટની આડમાં કુલ 2556 નંગ દારૂની બોટલોમાં બોક્ષ હતા જેની કિંમત આશરે 3,67,200 થતી હતી. પોલીસે ટામેટાના કેરેટ ભરેલ વાહન કબજે લઈ સીટી પોલીસ મથક વલસાડ લઈ આવી તેમાંથી દારૂ જપ્ત કરી લીધો હતો. જ્યારે ટામેટા ભરેલ કેરેટ બહાર મુકવામાં આવતા મંદિરે આવતા કેટલા ગરીબ લોકો ટામેટા પણ લઈ ગયા હતા. પોલીસની નજરથી બચાવીને હવે ખેપિયાઓ શાકભાજી ટામેટાની આડમાં દારૂ લઈ જતા હોવાનું બહાર આવ્યું હતું. કડક કાયદો હોવા છતાં દારૂ લઈ જનારા ઓને તેની સહેજ પણ બીક રહી નથી.