વલસાડ: જિલ્લામાં છેલ્લા બે દિવસથી કોરોનાનો આંક દિન-પ્રતિદિન વધી રહ્યો હતો. જેમાં રવિવારના રોજ 19 કેસ નોંધાયા બાદ વલસાડ જિલ્લામાં સોમવારના રોજ કોરોના પોઝિટિવના કુલ ત્રણ કેસ નોંધાયા છે. જેમાં વલસાડ તાલુકાના કોસંબા તેમજ વલસાડ શહેરના રામ વાડી વિસ્તારમાં બે કેસ સામે આવ્યા છે.
વલસાડ જિલ્લામાં કોરોનાના વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા, 6 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા - Valsad civil hospital
સતત છેલ્લા બે દિવસથી વધી રહેલા કોરોના કેસ બાદ સોમવારના રોજ વલસાડ જિલ્લા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વલસાડ જિલ્લામાં આજે ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે, છ લોકોએ કોરોનાને મત આપતા રજા આપવામાં આવી છે. વલસાડ જિલ્લાનો કોરોના કેસનો કુલ આંકડો 688 પર પહોંચ્યો છે.
![વલસાડ જિલ્લામાં કોરોનાના વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા, 6 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા વલસાડ જિલ્લામાં વધુ 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, જ્યારે 6 લોકોને ડિસ્ચાર્જ કરાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-07:55:32:1596464732-gj-vld-02-coronaupdettoday-photostory-7202749-03082020184954-0308f-1596460794-570.jpg)
જ્યારે, એક કેસ વાપીના ચલા વિસ્તારમાં નોંધાયો છે. જ્યારે 6 કોરોના દર્દીઓ સારવાર લીધા બાદ સાજા થઇ જતા તેઓને રજા આપી દેવામાં આવી છે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં 8,685 કોરોનાના સેમ્પલો લેવામાં આવ્યા છે. જેમાં 688 જેટલા સેમ્પલ કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે 7,997 જેટલા સેમ્પલ નેગેટિવ આવ્યા છે.
હાલમાં 203 જેટલા લોકો વલસાડ જિલ્લાની વિવિધ હોસ્પિટલમાં કોરોનાની સારવાર હેઠળ છે જ્યારે અત્યાર સુધીમાં સારવાર લીધા બાદ સ્વસ્થ થયેલા 410 લોકોને રજા આપી દેવામાં આવી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત નોંધાયા છે. જો કે, હજુ સુધી તેઓના મોત કોરોના ને કારણે થયા છે કે, કેમ તે અંગે રિપોર્ટ ડેટ કમિટી નક્કી કર્યા બાદ જાહેર કરવામાં આવશે. આજે રક્ષાબંધનના પર્વ પર માત્ર ત્રણ જેટલા કોરોના પોઝિટિવ કેસ સામે આવતા જિલ્લા આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.