ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ શહેરના પારસીવાડમાં આવેલું જર્જરિત મકાન ધરાશાયી

વલસાડમાં જિલ્લામાં પારસીવાડ વિસ્તારમાં આશરે છેલ્લા 20 વર્ષ કરતાં પણ જૂનું ચોથિયા પરિવારનું મકાન આવેલું છે. જે જર્જરિત હાલતમાં હોવાથી અચાનક ધરાશાયી થયું હતું. મકાન બંધ હાલતમાં હોવાથી આ ઘટનામાં કોઈપણ જાનહાની થઇ ન હતી.

વલસાડમાં 20 વર્ષ જૂનું માકાન ધરાશાયી,  કોઈ જાનહાનિ નહીં
વલસાડમાં 20 વર્ષ જૂનું માકાન ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

By

Published : Sep 13, 2020, 7:20 AM IST

વલસાડઃ શહેરના મોટા પારસીવાડની અંદર આવેલું ચોથિયા પરિવારનું મકાન આશરે છેલ્લા 20 વર્ષ કરતાં પણ જૂનું મકાન છે. જેમાં હાલમાં પરિવારનો એક પણ સદસ્ય આ મકાનમાં રહેતા ન હતા અને મકાન ઘણા સમયથી બંધ હતું. જેથી મકાન ધરાશાયી થતા આ ઘટનામાં કોઈપણ જાનહાની થઇ ન હતી.

મકાન ધરાશાયી થતા પાડોશમાં રહેતા અનેક લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા અને ઘટના અંગે વલસાડના નગરપાલિકા અને ફાયર વિભાગને જાણકારી હતી. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

વલસાડમાં 20 વર્ષ જૂનું માકાન ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

અત્રે ઉલ્લેખનીય છે કે, વલસાડ શહેરના તિથલ રોડ ખાતે આવેલા સો વર્ષ જૂના એક મકાનનું પણ થોડા દિવસો અગાઉ કેટલાક કોન્ટ્રાક્ટરો દ્વારા તોડવાની કામગીરી ચાલી રહી હતી, જેમાં એક મજૂરનું મોત થયું હતું, ત્યારે વલસાડ શહેરમાં પણ અનેક એવાં મકાનો છે. જે સો વર્ષ કરતાં જૂના છે અને તેને તોડી પાડવા માટે પાલિકા દ્વારા અનેકવાર નોટિસો પણ આપવામાં આવી છે. પરંતુ આજદિન સુધી આ મકાન માલિકો દ્વારા આ મકાનને તોડવા શ્રદ્ધાની તસ્દી લીધી નથી જેના કારણે ચોમાસા દરમિયાન આ મકાન તૂટી પડે તેવી નોબત આવે છે.

ABOUT THE AUTHOR

...view details