- ગુજરાત-દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્ર સરહદ પર નરોલી-પાલઘર-ઉમરગામમાં અનુભવ્યું કંપન
- 2.4 રિકટર સ્કેલનો ભૂકંપ
- 09:03 મિનિટ પર આવ્યો ભૂકંપ
વલસાડ: સોમવારના રોજ રાત્રે 9:03 મિનિટ પર વાપીથી 19 કિલોમીટર દૂર આવેલા દાદરા નગર હવેલીના નરોલી ગામે એપિસેન્ટર ધરાવતો 2.9 રિકટર સ્કેલનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો.
ત્રણેક વર્ષથી નાનામોટા ભૂકંપના આંચકા
વલસાડ જિલ્લામાં અને મહારાષ્ટ્રનો સરહદી જિલ્લો પાલઘર તેમજ દાદરા નગર હવેલીમાં ચોમાસા દરમિયાન જમીનમાં સળવળાટ થાય છે. છેલ્લા ત્રણેક વર્ષથી આ સરહદી વિસ્તારમાં અનેક નાનામોટા ભૂકંપના આંચકા નોંધાતા આવ્યાં છે, ત્યારે સોમવારે ફરી એક વાર આ વિસ્તારમાં 2.9 રિકટર સ્કેલનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો.
આ પણ વાંચો:ભૂકંપ ઝોન ધૂંદલવાડી અત્યાર સુધીમાં ધરતીકંપના 2000થી વધુ આંચકા ખમી ચૂક્યું છે
વાપીથી 19 કિલોમીટર દૂર નરોલીમાં નોંધાયું ભૂકંપનું કેન્દ્ર બિંદુ
ભૂકંપના આંચકા અંગે સિસ્મોલોજી વિભાગ દ્વારા જાહેર કરેલી વિગતો મુજબ સોમવારે રાત્રે 09:03 વાગ્યે આ આંચકો આવ્યો હતો. આંચકા નું કેન્દ્રબિંદુ વાપીથી 19 કિલોમીટર દૂર દાદરા નગર હવેલીના નારોલી ગામમાં નોંધાયું હતું.
ગુજરાત-દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્ર સરહદ પર 2.9 રિકટર સ્કેલનો ભૂકંપ, સેલવાસનું નરોલી એપિસેન્ટર આ પણ વાંચો:ભૂકંપ પ્રતિરોધક "નેચરલ હાઉસ"
જમીનમાં 10 કિલોમીટર નીચે ઉદ્દભવ્યો ભકંપ
ગુજરાત-દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્ર સરહદ પર નરોલી-પાલઘર-ઉમરગામમાં આ ભૂકંપનો અનુભવ લોકોએ કર્યો હતો. ભૂકંપ
20.270 Latitude અને 72.926 Longitude પર જમીનમાં 10 કિલોમીટર નીચે ઉદ્દભવ્યો હતો. લોકોએ ધ્રુજારી સાથે બારી, બારણાં, વાસણ ખખડવાનો અનુભવ કર્યો હતો.
2200થી વધુ આફ્ટર શૉક આવી ચૂક્યા છે
ઉલ્લેખનીય છે કે, વરસાદી માહોલમાં આ વિસ્તારમાં જમીનમાં પાણી ઉતરે છે, ત્યારે જમીનમાં રહેલા ગરમ પાણીના ઝરાને કારણે વર્ષ 2018થી અનેક વાર આ પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાતા આવ્યાં છે. અત્યાર સુધીમાં 1 થી લઈને 4 રિકટર સ્કેલ સુધીના આવા 2200થી વધુ આફ્ટર શૉક આવી ચૂક્યા છે.