ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીથી 95 કિમી દૂર પાલઘરમાં ભૂકંપ, 2.1ની તીવ્રતા સાથે ધ્રુજી ધરતી - ભૂકંપનો આંચકો

ગુજરાતના કચ્છ સૌરાષ્ટ્રમાં દરરોજ ભૂકંપના હળવા આંચકા અથવા તો અફટરશોક અનુભવાઇ રહ્યા છે. ત્યારે શાંત પડેલી મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાની ધરામાં પણ ફરી સળવળાટ શરૂ થયો છે. શુક્રવારે સવારે 11:05 વાગ્યે 2.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. આંચકાનું કેન્દ્રબિંદુ વાપીથી 95 કિલોમીટર દૂર ગુજરાત-સેલવાસ-નાસિક વચ્ચે ફણસવાડા ખાતે નોંધાયું હતું.

2.1ની તીવ્રતાનો ભૂકંપનો હળવો આંચકો, વાપીથી 95 કિમિ દૂર પાલઘર જિલ્લામાં નોંધાયો
2.1ની તીવ્રતાનો ભૂકંપનો હળવો આંચકો, વાપીથી 95 કિમિ દૂર પાલઘર જિલ્લામાં નોંધાયો

By

Published : Jul 10, 2020, 12:48 PM IST

વાપી : શુક્રવારે રાત્રિના 1:58 વાગ્યે કચ્છના ભચાઉમાં 1.9નો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. તો વહેલી સવારે પાલનપુર નજીક 1.6, કચ્છના ખાવડામાં 10:38 વાગ્યે 2.4 રિકટર સ્કેલનો હળવો આંચકો નોંધાયાં બાદ 11:05 વાગ્યે વાપીથી 95 કિલોમીટર દૂર મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં 2.1 રિકટર સ્કેલનો આંચકો નોંધાયો છે.

વાપીથી 95 કિલોમીટર દૂર મહારાષ્ટ્રમાં નોંધાયેલા આ હળવા ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ ફણસપાડા નજીક નોંધાયું છે. જે ગુજરાતની અને કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસની સરહદ પર મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આવેલું છે. નાસિક તરફના પટ્ટામાં નોંધાયેલ આ ભૂકંપનો આંચકો 20.293 latitude અને 73.569 longitude પર જમીનમાં 10 ફૂટ નીચે ઉદ્દભવ્યો હતો.

ગુજરાતના વલસાડ જિલ્લાની સરહદે આવેલા પાલઘર જિલ્લામાં છેલ્લા 3 વર્ષથી સતત હળવા ભૂકંપના આંચકા તેમજ આફટરશોક વર્તાઇ રહ્યાં છે. જેમાં થોડા સમયથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જમીનમાં સળવળાટ શમ્યો હતો. જે ફરી શરૂ થયો છે. આ સળવળાટ દર વર્ષે ચોમાસા અને ઠંડીની ઋતુમાં વધતો હોય છે. જેની ફરી શરૂઆત થતાં લોકોમાં ગભરાટનો માહોલ છવાયો છે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે આવા 4.8 સુધીના ભૂકંપના આંચકામાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સરહદી ગામોના મકાનોમાં તિરાડો પડવાના બનાવો બન્યાં હતાં. જ્યારે પાલઘરમાં પણ કાચા મકાનો પડવાના કે મકાનોમાં તિરાડો પડવાના બનાવો બની ચૂક્યાં છે.

ABOUT THE AUTHOR

...view details