ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં શુક્રવારે કોરોનાના વધુ 18 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ 736 લોકો સંક્રમિત - Covid hospitals in valsad

વલસાડ જિલ્લામાં શુક્રવારે વધુ 18 જેટલા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે જ્યારે 3 મોત નોંધાયા છે, તો બીજી બાજુ 28 લોકો સ્વસ્થ થઈ જતા તેમને રજા આપી દેવામાં આવી છે. આમ વલસાડ જિલ્લાનો કોરોના કેસનો આંકડો નવા 18 કેસ ઉમેરાતા 736 ઉપર પહોંચ્યો છે.

વલસાડમાં શુક્રવારે વધુ 18 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા,  કુલ 736 લોકો સંક્રમિત
વલસાડમાં શુક્રવારે વધુ 18 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, કુલ 736 લોકો સંક્રમિત

By

Published : Aug 7, 2020, 8:25 PM IST

વલસાડઃ વલસાડ જિલ્લામાં દિન પ્રતિદિન કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે. શુક્રવારે વલસાડ જિલ્લામાં 18 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે જ્યારે 3 ના મોત થયા છે. તો કોરોનાથી પીડિત 28 લોકો સાજા થઈ જતા તેમને રજા આપી દેવાઈ છે.

વલસાડ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 736 ઉપર પહોંચ્યો છે. હાલમાં વલસાડ ખાતે કુલ 138 લોકો કોરોનાની સારવાર માટે દાખલ થયા છે જ્યારે અત્યાર સુધીમાં કુલ 515 લોકો સ્વસ્થ થયા છે.

વલસાડમાં શુક્રવારે વધુ 18 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, કુલ 736 લોકો સંક્રમિત

વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 9211 લોકોના કોરોના ટેસ્ટ માટેના સેમ્પલો લેવામાં આવ્યા છે જેમાંથી 8475 સેમ્પલો નેગેટિવ જ્યારે 736 પોઝિટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 8 લોકોના કોરોનાના કારણે મોત થયા છે.

વલસાડ જિલ્લામાં અત્યાર સુધીના ક્વોરેન્ટાઈન થયેલા લોકોની વાત કરીએ તો હોમ ક્વોરેન્ટાઈન કુલ 308 લોકો છે જ્યારે સરકારી સુવિધાઓમાં ક્વોરેન્ટાઈન થયેલા 55 લોકો જ્યારે ખાનગી સુવિધાઓમાં ક્વોરેન્ટાઈન થયેલા 50 લોકો મળી કુલ 413 લોકો ક્વોરેન્ટાઈન થયા છે .

મહત્વનું છે કે જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે વલસાડ વહીવટી તંત્ર દ્વારા 35 જેટલા ધન્વંતરી રથ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ફેરવામાં આવી રહ્યા છે જેમના દ્વારા OPD હોમ સર્વે તેમજ ઉકાળા વિતરણ જેવી કામગીરી પણ કરાઈ રહી છે .

ABOUT THE AUTHOR

...view details