ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સિંગ કર્મચારીઓ પગાર ન મળતા હડતાળ પર ઉતર્યા - gujarat

વલસાડ સિવિલ હોસ્પિટલમાં કામ કરતાં 156 કર્મચારીઓને બે માસથી પગાર મળ્યો નથી. આઉટસોર્સિંગથી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરી રહેલાં કર્મચારીઓએ છેવટે આજે શુક્રવારે GMERS મેડિકલ કોલેજના પરિસરમાં હડતાળ પાડી દીધી હતી અને કામકાજથી અળગાં રહ્યાં હતાં. હોસ્પિટલ સંચાલકોએ હડતાળીયા કર્મચારીઓનો સંપર્ક કરી વાટાઘાટો આદરીને પગાર ચૂકવવાની બાંહેધરી આપવાના સંકેતો આપ્યાં છે. પરંતુ હડતાળ પર ઉતરેલાં કર્મચારીઓ જ્યાં સુધી પેમેન્ટ કર્યાની પહોંચ ન મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખશે તેવું જણાવી રહ્યાં હતાં.

Valsad
Valsad

By

Published : Feb 4, 2021, 5:33 PM IST

Updated : Feb 4, 2021, 10:57 PM IST

  • આઉટસોર્સથી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લેવામાં આવેલા 156 કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા
  • ડિસેમ્બર અને જાન્યુઆરી માસનો પગાર ન મળતા કર્મચારીઓએ હડતાળનો રસ્તો અપનાવ્યો
  • ક્લાસ 3, ક્લાસ 4,ટેકનિશિયન, જુનિયર ક્લાર્ક, પ્યુન, માળી જેવા કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા
  • આઉટસોર્સ પર કામ કરતા કર્મચારીઓને હજુ સુધી પેમેન્ટ કરાયું નથી

વલસાડ: જિલ્લામાં આવેલી સિવિલ હોસ્પિટલમાં વિશ્વા એન્ટરપ્રાઇઝ નામની કંપની દ્વારા ક્લાસ 3, ક્લાસ 4, ટેક્નિશિયન, જુનિયર ક્લાર્ક, સ્લીપર, પટાવાળા, માળી જેવા 156 થી વધુ કર્મચારીઓની ભરતી કરવામાં આવ્યા હતા. જો કે નવેમ્બર માસ સુધી તેઓને નિયમિતપણે પેમેન્ટ ચૂકવવામાં આવ્યું હતું, પરંતુ તે બાદ સરકારના નિયમ અનુસાર એસ્ક્રો એકાઉન્ટ દ્વારા પેમેન્ટ ચૂકવણી કરવાની guideline આવતા આ તમામ કર્મચારીઓએ બેંકમાં એસ્ક્રો એકાઉન્ટ મુજબ એકાઉન્ટ ખોલાવ્યું, પરંતુ છેલ્લા બે માસથી આ એકાઉન્ટમાં હજુ સુધી તેમનું પેમેન્ટ આવ્યું નથી જેના કારણે 156 જેટલા કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા.

વલસાડ સિવિલ હોસ્પિટલમાં હડતાળ

156 કર્મચારીઓ હડતાળ પર ઉતરતા હોસ્પિટલ સંચાલનમાં તેની મહદ અંશે અસર જોવા મળી

ડિસેમ્બર અને જાન્યુઆરી માસનો પગાર ન મળતા આઉટસોર્સમાં લેવામાં આવેલા 156 જેટલા કર્મચારીઓએ GMERS મેડિકલ કોલેજના પરિસરમાં એકત્ર થઇને હડતાળ ઉપર બેસી ગયા હતા. તેઓ પોતાના કામથી દૂર રહેતા તેની મહદ અંશે અસર હોસ્પિટલ સંચાલનમાં જોવા મળી હતી. જોકે અચાનક કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા હોસ્પિટલ સંચાલક તેઓને બનાવવા માટે પણ સ્થળ પર પહોંચ્યા હતા અને બંને વચ્ચે વાટાઘાટો શરૂ થઈ હતી. જેમાં કર્મચારીએને પગાર મળી જશે એવી બાંહેધરી મૌખિક રીતે આપવામાં આવી રહી હતી. પરંતુ હડતાળ પર ઉતરેલા કર્મચારીઓએ આ બાહેંધરીનો અસ્વીકાર કર્યો અને તેમણે કહ્યું કે, તેઓને પગાર ચૂકવવાનો હોય તેવી બેલેન્સશીટ આપવામાં આવે, જે બાદ જ તેઓ હડતાળ પૂર્ણ કરશે. જોકે આ માટે સિવિલ તંત્ર દ્વારા કર્મચારીઓને બેથી ત્રણ કલાકનો સમય આપવામાં આવ્યો છે.

વલસાડ સિવિલ હોસ્પિટલમાં હડતાળ

બે માસનો પગાર ન મળતા કર્મચારીઓની આર્થિક હાલત કફોડી

સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સમાં લેવામાં આવેલા 156 કર્મચારીઓ પગાર ન મળવાને કારણે હડતાળ પર ઉતર્યા છે. જોકે છેલ્લા બે માસથી પગાર ન મળતા આ તમામ કર્મચારીઓના ઘરની આર્થિક સ્થિતિ નબળી પડી રહી છે. વળી આગળ હડતાળમાં બેસેલી કેટલીક મહિલાઓએ જણાવ્યું કે, તેમને ઘર ચલાવવા માટે પણ મુશ્કેલી પડી રહી છે તો બીજી તરફ કેટલાક યુવકોએ જણાવ્યું કે, વાહનો ઉપર લીધેલી લોન ચૂકવવા માટે પણ તેમણે અન્ય લોકો પાસે ઉછીના નાણાં લેવા પડી રહ્યા છે. આમ આર્થિક રીતે તેમની સ્થિતિ ડામાડોળ થવા જઈ રહી છે.

વલસાડ સિવિલ હોસ્પિટલમાં હડતાળ

સિવિલ તંત્ર દોડતું થયું

વલસાડ જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં 156 કર્મચારીઓ વેતન મળતા હડતાળ પર ઉતરતા સિવિલ તંત્ર દોડતું થયું છે. જોકે તેમને સમજાવવા માટે બે કલાકનો સમય આપવામાં આવ્યો છે અને તેઓને પગાર ચૂકવ્યો હોવાની બેલેન્સશીટ આપવાની વાત હાલ મૌખિક રીતે કરવામાં આવી રહી છે.

વલસાડ સિવિલ હોસ્પિટલમાં હડતાળ
Last Updated : Feb 4, 2021, 10:57 PM IST

ABOUT THE AUTHOR

...view details