વલસાડ: દક્ષિણ ગુજરાત વીજ કમ્પનીમાં ITI ધરમપુરના તાલીમાર્થીઓ એપ્રેન્ટીસ કારીગર તાલીમ યોજના હેઠળ લાગતા ITI ના આચાર્ય તેમજ તેમના ટ્રેડ સુપરવાઈઝર દ્વારા અભિનંદન પાઠવ્યા છે.
ITI ધરમપુરના 15 વિદ્યાર્થી દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં એપ્રેન્ટીસ યોજનામાં જોડાયા - Congratulations from the Trade Supervisor
સરકાર દ્વારા દરેક વિસ્તારમાં યુવક અને યુવતી કૌશલ્ય સાથે પ્રશિક્ષણ મેળવી પગભર બને એ માટે ITI કાર્યરત છે જેમાં તાલીમ લીધા બાદ અનેક યુવાનોએ પોતાની કારકિર્દીનું ઘડતર કર્યું છે. આજે તેઓ પગભર પણ છે. ધરમપુર ITI ખાતે અનેક તાલીમ આપવામાં આવે છે જે પૈકી વાયરમેન ટ્રેડમાં તાલીમ લઇને પ્રશિક્ષણ પામેલા 14 વિદ્યાર્થી આજે દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં એપ્રેન્ટીસ તાલીમ યોજના હેઠળ ભરતી થયા છે.
વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના યુવક યુવતી પગભર બને અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે એ માટે તેમની કારકિર્દીના ઘડતર માટે સરકાર દ્વારા દરેક તાલુકામાં ITI શરૂ કરવામાં આવી હતી. જેમાં દરેક ઔધોગિક કામગીરીનું પ્રશિક્ષણ આપી યુવક યુવતીને પ્રશિક્ષિત કરવામાં આવે છે. જે પૈકી ધરમપુરમાં આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં અનેક ટ્રેડમાં યુવક યુવતીઓ તાલીમ લઈ રહ્યા છે. જે પૈકી જુલાઈ-2019ની વાયરમેનની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા 15 વિદ્યાર્થીઓ એપ્રેન્ટીસ કારીગર તાલીમ યોજના હેઠળ DGVCLમાં જોડાયા છે અને પોતાની કારકિર્દી તરફ પ્રથમ ડગલું ભર્યું છે.