ઔદ્યોગિક તાલીમ સંસ્થા ધરમપુરના 12 જેટલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ ગાંધીનગર ખાતે આવેલી ITIમાં યોજાયેલા બે દિવસીય પ્રશિક્ષણ શિબિરમાં ભાગ લઇ વિશેષ ઉપલબ્ધિ મેળવી છે. ITIમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે IITમાં પહોંચવું એ જ મહત્વની બાબત છે. સમગ્ર વિશ્વમાં નવમા ક્રમે આવતી મહત્વની ટેકનિકલ સંસ્થા IITમાં બે દિવસીય સેમિનાર યોજાયો હતો જેમાં સમગ્ર ગુજરાતમાંથી 262 જેટલા વિદ્યાર્થીઓને પસંદગી આપવામાં આવી હતી જેમાં ધરમપુર ખાતે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થાના 12 જેટલા વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા હતા.
ધરમપુર 12 વિધાર્થીઓએ IIT ગાંધીનગર ખાતે સેમિનારમાં ભાગ લીધો - Valsad
વલસાડઃ અંતરિયાળ વિસ્તારમાં રહેલા યુવાનોને રોજગારી મળી રહે તે માટે ટેકનિકલ શિક્ષણ આપી તેઓને પગભર કરવા માટે સરકાર દ્વારા ITI શરૂ કરવામાં આવી છે. આ ITI માં વિવિધ ક્ષેત્રમાં નિપુણ એવા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપી તૈયાર કરવામાં આવે છે. જોકે, ધરમપુરમાં આવેલી ITIમાં 12 જેટલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ ટેકનીકલ શિક્ષણ માટે સમગ્ર વિશ્વમાં નવમા ક્રમે આવતી ITI કોલેજમાં બે દિવસીય સેમિનારમાં જઈ આવ્યા અને ત્યાંથી તેઓને ટેકનિકલને લગતી અનેક બાબતોનું જીણવટપૂર્વક પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે.
નેવલ અજયભાઈ જીવલ ભાઈ, પટેલ દિવ્યેશકુમાર ચંદુભાઈ પટેલ જયકુમાર ઈશ્વરભાઈ પવાર સમીર તુકારામ ગાયકવાડ નરેશભાઈ પટેલ દીક્ષિત કુમાર અંકુશ ભાઈ ભોયા કિરણ રણજીતભાઈ ભૂસારા અક્ષય કુમાર જશવંતભાઈ, ભોયા પરિમલ ધીરજભાઈ, પટેલ દિતેશ શૈલેષભાઈ, પટેલ જીતેશ પ્રવીણભાઈ, આમ ઇલેક્ટ્રિશિયનના 5 અને 7 વિદ્યાર્થીઓ IIT ગાંધીનગર ખાતે યોજાયેલી હેન્ડ વર્કશોપમાં ભાગ લીધો હતો. જ્યાં તેમને વિવિધ ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવેલા મોડેલો તેમજ વેસ્ટમાંથી બેસ્ટ જેવા વિષય ઉપર ટેકનિકલ માહિતી આપી પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું
ઔદ્યોગીક પ્રશિક્ષણ સંસ્થા ધરમપુરના આચાર્ય એન આર પટેલ જણાવ્યું કે IIT સુધી પહોંચવું જ ખૂબ મહત્વનું છે. ગ્રામીણ કક્ષાના વિદ્યાર્થીઓમાં રહેલી ટેકનિકલ પ્રતિભાને વધુ ઊંચાઈ મળે તે માટે તેઓને આ સેમિનારમાં પસંદગી થઇ હતી. જોકે એક ગર્વની બાબત એ છે કે સમગ્ર ગુજરાતમાંથી 262 જેટલા વિદ્યાર્થીઓ પસંદગી થઈ હતી. જેમાં ધરમપુર ઉદ્યોગિક પ્રશિક્ષણ સંસ્થાના બહાર જેટલા વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા હોય એ ધરમપુર માટે ખૂબ જ ગર્વની બાબત કહી શકાય.