ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ જિલ્લાની 5 બેઠકો પર કુલ 12 ઉમેદવારોએ ફોર્મ ભર્યા, ભાજપ-કોંગ્રેસ-આપના ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો - 12 candidates filled the form

વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક (5 assembly meeting) પર 11મી નવેમ્બરે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ સહિત કુલ 12 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હતાં. આ પ્રસંગે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પોતાનો જંગી મતથી વિજય થશે તેવી વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

વલસાડ જિલ્લાની 5 બેઠકો પર કુલ 12 ઉમેદવારોએ ફોર્મ ભર્યા, ભાજપ-કોંગ્રેસ-આપના ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
વલસાડ જિલ્લાની 5 બેઠકો પર કુલ 12 ઉમેદવારોએ ફોર્મ ભર્યા, ભાજપ-કોંગ્રેસ-આપના ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

By

Published : Nov 12, 2022, 4:11 PM IST

પારડી : વલસાડ જિલ્લાની પારડી, ઉમરગામ સહિત વલસાડ, ધરમપુર, કપરાડા વિધાનસભા બેઠક પર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. ઉમેદવારી ફોર્મ ભરવા આવેલા ભાજપના ઉમેદવારોએ મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે રેલી કાઢી હતી. કોંગ્રેસના ઉમેદવારે પણ ઉત્સાહભેર ઉમેદવારી ફોર્મ ભર્યા હતાં. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારે ગઢ ભલે ભાજપનો હોય પણ લોકો તેમની સાથે હોવાના વિજય વિશ્વાસ સાથે ઉમેદવારી ફોર્મ ભર્યા હતાં. જિલ્લાની પાંચેય બેઠક પર આજના એક જ દિવસમાં કુલ 12 ઉમેદવારોએ ફોર્મ (12 candidates filled the form) ભર્યા હતાં.

વલસાડ જિલ્લાની 5 બેઠકો પર કુલ 12 ઉમેદવારોએ ફોર્મ ભર્યા, ભાજપ-કોંગ્રેસ-આપના ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

આ બેઠક પર મહિલાને આપી ટિકિટ :વલસાડ જિલ્લાની પારડી વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જયશ્રીબેન પટેલે આદિવાસી પરંપરાગત ઢોલ નગારાંના તાલે રેલી કાઢી પારડી મામલતદાર કચેરીએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના ઉમેદવાર જયશ્રી બેન પટેલે જણાવ્યું હતું કે, આ બેઠક પર 1985માં તેમની માતા મોટા માર્જિનથી જીત્યા હતાં. તેમણે ખૂબ સારા કામ કર્યા છે એટલે ફરી એકવાર આ બેઠક પર મહિલા તરીકે તેમને ટિકિટ આપી છે. જેમાં તેઓ ચોક્કસ વિજયી બનશે.

મોરબી પુલ હોનારત ભાજપના ભ્રષ્ટાચારનો નમૂનો :જયશ્રીબેન પટેલે ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભાજપ લોકોને ભરમાવી મત મેળવી રહી છે. દેશમાં મોંઘવારી, બેરોજગારી વધી છે. એટલે મહિલાઓ કોંગ્રેસને મત આપી તેમને જીતાડશે. તેમણે ભાજપ પર ભ્રષ્ટચાર ના આક્ષેપો કરી મોરબી પુલ હોનારત ભાજપના ભ્રષ્ટાચારનો નમૂનો હોવાનું અને વલસાડ જિલ્લામાં ત્રણ ત્રણ પ્રધાનો હોવા છતાં રસ્તાઓની હાલત ખરાબ હોવાનું જણાવી ભાજપની ભ્રષ્ટાચારની નીતિને લોકો સમક્ષ લઈ જઈ પ્રચાર કરશે તેવું જણાવ્યું હતું.

પ્રજાલક્ષી વિચારોને જોઈ આમ આદમી પાર્ટીમાં જોડાયા :પારડી વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી તરફથી કેતન પટેલ નામના યુવાને પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. કેતન પટેલે જણાવ્યું હતું કે, તેઓ ભૂતકાળમાં ભાજપમાંથી વાપી-પારડી તાલુકામાં તાલુકા પ્રમુખ પદે અને કારોબારી ચેરમેન પદે રહી ચૂક્યા છે, પરંતુ આમ આદમી પાર્ટીના પ્રજાલક્ષી વિચારોને જોઈ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. અને ઉમેદવારી કરી રહયા છે.

કેતન પટેલે કટાક્ષ કર્યો બેઠક ભાજપનો ગઢ મનાય છે :કેતન પટેલે વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી પ્રજાહિતના કામ કરવા માંગે છે જેમાં પારડી વિધાનસભાના મતદારો પણ તેમની સાથે છે. અને જંગી મતથી વિજય અપાવશે. આપ પાર્ટી દ્વારા અત્યારે ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વધુમાં કેતન પટેલે કટાક્ષ કર્યો હતો કે, આ બેઠક ભાજપનો ગઢ મનાય છે. પરંતુ પ્રજા આમ આદમી પાર્ટી સાથે છે. અમે મોંઘવારી, શિક્ષણનીતિ ના મુદ્દાને લઈ આ ચૂંટણી લડી રહ્યા છીએ.

આ વિધાનસભા ચૂંટણીમાં 1.35 લાખ મત મળશે :પારડી વિધાનસભાની જેમ ઉમરગામ વિધાનસભા બેઠક પર પણ આજે ભાજપના દિગગજ નેતા ગણાતા અને 5 ટર્મ વિજેતા રહેલા રમણલાલ પાટકરે 6 ઠ્ઠી વખત તેમનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ પ્રસંગે પાટકરે જણાવ્યું હતું કે, પ્રજાએ તેમના પર વિશ્વાસ મૂકી સતત જીત અપાવી છે. આ વિધાનસભા ચૂંટણીમાં તેમને 1.35 લાખ મત મળશે અને 1 લાખની લીડથી જીત મેળવશે. ઉમરગામની જનતાએ આ બેઠક રાષ્ટ્રીય નેતૃત્વ કરતી ભાજપને સોંપી છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અહીં માત્ર ચૂંટણી વખતે જ આવે છે. તેઓ માત્ર મત માંગવા આવ્યા છે, પરંતુ પ્રજા ફરી તેમને મોટી લીડથી વિજય અપાવશે અને ભાજપને સત્તામાં લાવશે તેવું જણાવ્યું હતું.

એકપણ કોંગ્રેસી કાર્યકર આમ આદમી પાર્ટીમાં ગયા નથી :ઉમરગામ વિધાનસભા બેઠક પર કોંગ્રેસે નરેશ વળવી નામના ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. જેઓએ પણ પોતાના સમર્થકો સાથે મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી ફોર્મ સુપરત કર્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર વળવીએ ભાજપ પર અને આમ આદમી પાર્ટી પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપના 27 વર્ષના શાસનમાં હાલના ધારાસભ્ય 25 વર્ષથી ચૂંટાઈ રહ્યા છે, પરંતુ તેમણે વિકાસના માત્ર વાયદા જ આપ્યા છે. આ વિસ્તારમાં કોઈ જ પ્રજાલક્ષી કામ થયા નથી. દેશમાં મોંઘવારી બેરોજગારી વધુ છે. એટલે લોકો આ વખતે કોંગ્રેસ સાથે છે. અને તેઓ જંગી મતથી કોંગ્રેસના ઉમેદવારને જીતાડશે. વળવીએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, તેમના એક નેતા આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરી રહ્યા છે. પરંતુ તેમની સાથે એકપણ કોંગ્રેસી કાર્યકર આમ આદમી પાર્ટીમાં ગયો નથી અને જવાનો પણ નથી.

એક જ દિવસમાં કુલ 12 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા :વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક પર શુક્રવારે એક જ દિવસમાં કુલ 12 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જેમાં વલસાડ બેઠક પર ભાજપના ઉમેદવાર ધરમપુરમાં કોંગ્રેસના ઉમેદવારે, કપરાડામાં ભાજપના ઉમેદવાર સહિત અન્ય 4 ઉમેદવારોએ, પારડીમાં કોંગ્રેસ, આપ અને અપક્ષ ઉમેદવારોએ તો, ઉમરગામમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ફરી જીતના દાવા કર્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details