- તરમાલિયા ગામનાં શિવ-શક્તિ મંદિરમાં થયું સમૂહ લગ્નનું આયોજન
- 11 જેટલા નવવિવાહિતોને દાન કરાઈ ઘરવખરી
- કથાકાર નરેશ રામાનંદી અને લાયન્સ ક્લબની મહિલા સભ્યોએ આપી હાજરી
વલસાડ: આદિવાસી વિસ્તારનાં અનેક ગરીબ પરિવારોની દીકરીઓ માટે તરમાલિયા ગામનાં શિવ-શક્તિ મંદિર ખાતે દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. જેને અનુલક્ષીને મંગળવારનાં રોજ 11 આદિવાસી કન્યાઓનાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કથાકાર નરેશ રામાનંદીએ દીરકીઓને આશીર્વચન આપવા માટે હાજરી આપી હતી.
દાતાઓએ નવવિવાહિત યુગલોને ખુલ્લા હાથે કર્યુ દાન
આ આદિવાસી સમૂહ લગ્ન કાર્યક્રમમાં પ્રભુતામાં પગલાં પાડનાર દીકરીને કન્યાદાનમાં અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા તેમજ અનેક નાના મોટા દાતાઓ દ્વારા ઘરવપરાશની વસ્તુઓ, પલંગ, ગાડી, કબાટ, થાળી, વાટકી, ગ્લાસ, ચમચી, ખુરશી સહીત અનેક ચીજો આપવામાં આવી હતી. કોરોનની સ્થિતીમાં પણ દાતાઓએ 11 જેટલા નવવિવાહિત યુગલોને ખુલ્લા હાથે દાન કર્યુ હતું.
જાણીતા કથાકાર નરેશ રામાનંદએ દીકરીઓને આપ્યા આશીર્વચન
વલસાડ જિલ્લામાં અનેક સ્થળે રામકથા તથા શ્રીમદ ભાગવત કથા માટે જાણીતા કથાકાર નરેશ રામાનંદી દ્વારા પ્રભુતામાં પગલાં પાડનારી 11 દીકરીઓને પોતાના આશીર્વચન આપવા માટે હાજરી આપી હતી. ઉપરાંત, વાપીથી લાયન્સ ક્લબની મહિલા સભ્યો તેમજ આચાર્ય નીરજ ભાઈ પણ જોડાયા હતા.