વલસાડઃગુજરાત સરકાર દ્વારા આરોગ્યલક્ષી આપાતકાલીન સેવા માટે જેને સંજીવની તરીકે ઓળખવામાં આવે છે તે 108 એમ્બ્યુલન્સ( Valsad 108 Ambulance )સેવા વલસાડ જિલ્લામાં 10 જુલાઈ થી 15 જુલાઈ દરમિયાનમાં પ્રસૂતા મહિલાઓ માટે(Maternity cases in Valsad)ખરેખર સંજીવની અને નવજીવન બક્ષનારી બની છે. ભારે વરસાદ (Heavy rain in Valsad )વચ્ચે પણ 108 એબ્યુલન્સના કર્મચારીઓએ ખડે પગે સેવા આપી છે.
વરસાદ વચ્ચે કુલ 1770 વિવિધ કેસો સામે આવ્યા -જિલ્લામાં 23 જેટલી 108 એમ્બ્યુલન્સ કાર્યરત છે. જુલાઈ માસમાં 10 જુલાઈ થી 16 જુલાઈ સુધી ભારે વરસાદ વચ્ચે કુલ 1,770 વિવિધ કેસો સામે આવ્યા હતા, જેમાં અત્યંત સંવેદનશીલ કહી શકાય એવા 28 પ્રસૂતિના કેસમાં તાલીમ પામેલા ઇ એમ ટી દ્વારા 15 એવી પ્રસુતિ કરાવવામાં આવી જેમાં મહિલાએ હોસ્પિટલ પહોંચતા પેહલા કે માર્ગ માજ એમ્બ્યુલન્સમાં પ્રસુતિ( Ambulance service)કરાવવામાં આવી હતી.
વરસતા વરસાદમાં પણ 108 એમ્બ્યુલન્સ સેવા અડગ રહી -કોઈપણ પ્રકારના આપાતકાલીન સમયમાં 108 દ્વારા(108 Ambulance) દર્દીને જેતે સ્થળ પરથી લઈને નજીકના દવાખાનામાં સારવાર માટે ખસેડવાની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવે છે. વરસાદી માહોલ વચ્ચે પણ વલસાડ જિલ્લામાં 108 ઉપર કામ કરતાં કર્મચારીઓએ આવીરત સેવા બજાવી હતી અને વિવિધ પ્રકારના આવતા 1770 જેટલા કુલ કેસો હેન્ડલ કર્યા હતા.
વરસાદી સમયમાં અનેક સેવાકીય કામગીરી -વલસાડ જિલ્લાના 108 એમ્બ્યુલન્સની કામગીરી જેમના નિર્દેશ અનુસાર ચાલે છે એ અધિકારી ધવલપારેખે ETV Bharat સાથે ખાસ વાતચીત કરી જણાવ્યું કે જિલ્લામાં અત્યાર સુધીમા 75 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાઇ ચુક્યો છે. ત્યારે લોકોને આવીરત સેવા આપવા માટે 108 એમ્બ્યુલન્સ સેવા આવીરત કામગીરી કરી રહી છે. તેમણે કહ્યું કે ધરમપુર અને કપરાડા જેવા દુર્ગમ ક્ષેત્રમાં પણ વરસાદી સમયમાં અનેક સેવાકીય કામગીરી 108ના કર્મચારીઓએ બજાવી છે. 1 જુલાઈથી 16 જુલાઈ સુધીમાં કુલ 530 જેટલા માત્ર પ્રસૂતિના કેસો સામે આવ્યા છે.
સંવેદન સીલ કેસ આવ્યા -પ્રસૂતિના આ 28 કેસ એવા છે કે જેને સંવેદન સીલ કહી શકાય, 15 કેસોમાં ઘરે મહિલા દર્દીને પ્રસુતિ પીડા સાથે હોસ્પિટલ લઈ જતા કે એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલ લઈ જતા જ માર્ગમાં એટલે કે 108 એમ્બ્યુલનસમાં જ ડિલિવરી થઈ છે. તો 15 કિસ્સા એવા છે કે જેમાં 108 સ્થળ ઉપર પહોંચી સ્થળ ઉપર જ પ્રસુતિ કરાવી અને માતા બાળક બન્નેને હોસ્પિટલ પહોચાડ્યા હતા. આમ વરસતા વરસાદમાં પણ તાલીમ પામેલા ઇ એમ ટી દ્વારા અતિસંવેદનશીલ કહી શકાય એવા કેસો પણ હેન્ડલ કરવામાં આવ્યાં છે.