ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ જિલ્લામાં 38 ગામોમાં 100 ટકા વેક્સિનેશન પૂર્ણ, કાપરડામાં માત્ર 27 ટકા વેક્સિનેશન

વલસાડ: જિલ્લામાં કોરોના કાળમાં 6 હજાર કરતા વધુ લોકો કોરોના પોઝિટિવ થયા હતા. જોકે કોરોનાની રસી આવ્યા બાદ જિલ્લામાં મોટા પાયે વેક્સિનેશન અભિયાન તારીખ 16 જાન્યુઆરી 2021 થી શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લામાં અત્યાર સુધીમાં 38 ગામોમાં 100 ટકા વેક્સિનેશન પૂર્ણ થયું છે.જ્યારે કાપરડામાં માત્ર 27 ટકા વેક્સિનેશન થયું છે.

વલસાડ જિલ્લામાં 38 ગામોમાં 100 ટકા વેક્સિનેશન પૂર્ણ, કાપરડામાં માત્ર 27 ટકા વેક્સિનેશન
વલસાડ જિલ્લામાં 38 ગામોમાં 100 ટકા વેક્સિનેશન પૂર્ણ, કાપરડામાં માત્ર 27 ટકા વેક્સિનેશન

By

Published : Aug 22, 2021, 11:14 AM IST

Updated : Aug 22, 2021, 11:58 AM IST

  • વલસાડ જિલ્લામાં વેક્સિન લેવા લોકોમાં ભારે ઉત્સાહ
  • 6 તાલુકાના કુલ 38 ગામોમાં 100 ટકા વેક્સિનેશન યોજાયું
  • કપરાડા તાલુકામાં માત્ર 27 ટકા થયું છે વેક્સિનેશન

વલસાડ: જિલ્લામાં કોરોના કાળમાં 6 હજાર કરતા વધુ લોકો કોરોના પોઝિટિવ થયા હતા. જોકે કોરોનાની રસી આવ્યા બાદ જિલ્લામાં મોટા પાયે વેક્સિનેશન અભિયાન તારીખ 16 જાન્યુઆરી 2021 થી શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ રાઉન્ડમાં કોરોના વોરિયર્સ જે બાદ 60 વર્ષ થી ઉપરના તમામ લોકોને વેક્સિન આપવામાં આવી હતી. જોકે હાલ જ્યારે 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં 38 ગામોમાં 100 ટકા વેક્સિનેશન પૂર્ણ થયું છે. જેમાં ધરમપુરનું માલનપાડા કપરાડાનું વડખંભા જેવા ગામો સામેલ છે. જોકે કપરાડા તાલુકામાં હજી સુધીમાં માત્ર 27 ટકા જ વેક્સિનેશન નોંધાયું છે.

વલસાડ જિલ્લામાં 38 ગામોમાં 100 ટકા વેક્સિનેશન પૂર્ણ, કાપરડામાં માત્ર 27 ટકા વેક્સિનેશન

આડત્રીસ જેટલા ગામોમાં કોરોનાથી બચવા માટે વેક્સિનેશન કાર્યક્રમ

વલસાડ જિલ્લાના 6 તાલુકાના આડત્રીસ જેટલા ગામોમાં કોરોનાથી બચવા માટે વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ આયોજન કરી અત્યાર સુધીમાં કુલ 38 ગામોને 100 ટકા વેક્સિનેશન પૂર્ણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:રાજ્યમાં 50 ટકા નાગરિકોનું વેક્સિનેશન પૂર્ણ, 2.48 કરોડથી વધુ લોકોને પ્રથમ ડોઝ અપાયા

કુલ 61 ટકા રસીકરણ પૂર્ણ

વલસાડ તાલુકો પારડી તાલુકાના વાપી તાલુકા કપરાડા તાલુકા અને ધરમપુર તાલુકામાં મળી કુલ 38 જેટલા વિવિધ ગામોમાં 100 ટકા વેક્સિનેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. જોકે હજુ પણ જે કામો બાકી રહ્યા છે. એ તમામ ગામોમાં આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ આયોજન કરી વિશેષ કેમ્પ રાખવામાં આવી રહ્યા છે. જેને લઇને દરેક ગામોમાં 100 ટકા વેક્સિનેશન પૂર્ણ થાય જોકે અત્યાર સુધીમાં જિલ્લામાં આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર કુલ 61 ટકા રસીકરણ પૂર્ણ થયું છે.

પ્રથમ રાઉન્ડમાં 60 વર્ષથી ઉપરનાને વેક્સિનેશન અપાઇ

કોરોનાની રસી આપ્યા બાદ વલસાડ જિલ્લામાં પ્રથમ રાઉન્ડમાં 60 વર્ષથી ઉપરના વૃદ્ધ લોકોને કોરોનાની રસી આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત જિલ્લાના તમામ ગામોમાં વિવિધ સ્કૂલો અને ગ્રામ પંચાયતોમાં વિશેષ આયોજન કરી વેક્સિનેશન કેમ્પનું આયોજન ગોઠવવામાં આવ્યું હતું. જે બાદ 60 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી.

18 વર્ષથી પરના યુવાનોમાં રસી લેવા માટે ભારે ઉત્સાહ

વલસાડ જિલ્લામાં સેકન્ડ રાઉન્ડમાં 18 વર્ષથી ઉપરના લોકો માટે સરકારે રસીકરણ અભિયાન શરૂ કરતાની સાથે જ વલસાડ જિલ્લાના છ તાલુકામાં મોટી સંખ્યામાં યુવાનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને તમામ યુવાનોએ રસી મુકવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રસીકરણ શરૂ થતાની સાથે જ અનેક રસીકરણ કેન્દ્રો પર વહેલી સવારથી જ રસી લેવા માટે યુવક-યુવતીઓની લાંબી કતારો જોવા મળી હતી તો હાલમાં પણ આ અભિયાન અંતર્ગત પ્રથમ ડોઝ લેવા માટે વિવિધ જગ્યાઓ પર હા જે પણ મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ લાંબી લાઈનોમાં ઊભેલા જોવા મળી રહ્યા છે.

કપરાડા તાલુકામાં માત્ર 27 ટકા જેટલું વેક્સિનેશન થયું છે

ધરમપુર અને કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારના ગામોમાં આજે પણ વ્યક્તિ વેક્સિન લેવા માટે લોકોમાં ગેરમાન્યતાઓથી પ્રવર્તી રહ્યા છે. જેના કારણે આજે પણ વ્યક્તિ લેવા માટે કેટલાક લોકો આગળ આવી નથી રહ્યા જેના કારણે કપરાડા તાલુકા વિસ્તારમાં અત્યાર સુધીમાં 27 ટકા જેટલું વેક્સિનેશન થયું છે. જેના કારણે કપરાડા તાલુકામાં વધુ પ્રમાણમાં વેક્સિનેશન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ કપરાડા તાલુકાના વડખંભા ગામે સો ટકા વેક્સિનેશન પૂર્ણ થયું છે.

વડખંભા ગામે સો ટકા વેક્સિનેશન કામગીરી પૂર્ણ કરવામાં આવી છે

વલસાડ જિલ્લાના 38 ગામો પૈકી કપરાડા તાલુકાનું પ્રથમ એવું ગામ જ્યાં 100 ટકા વેક્સિનેશન કામગીરી પૂર્ણ થઇ છે. જેમાં વડખંભા ગામે ગામના તમામ લોકોએ વેક્સિન લીધી હતી. આરોગ્ય વિભાગને સહકાર આપ્યો છે ગામના સરપંચના જણાવ્યા અનુસાર પ્રથમ લોકોને સમજાવવા માટે અગવડ પડી હતી પરંતુ પાછળથી મેગેઝિનની મહત્વ સમજી જતાં લોકો સામેથી આગળ આવી વેક્સિન લેતા થયા છે. જેના કારણે ગામને સો ટકા સફળતા મળી છે.

Last Updated : Aug 22, 2021, 11:58 AM IST

ABOUT THE AUTHOR

...view details