કપરાડા તાલુકામાં અનેક શોપિંગ સેન્ટર આવેલ છે અને વખતો વખત આ વિસ્તારમાં ચોરીની નાની મોટી ઘટનાઓ બને છે પરંતુ શિયાળો શરૂ થતાની સાથે જ કડકડતી ઠંડીમાં લોકો જ્યારે મસ્ત ઉંઘ કાઢી રહ્યા હોય, ત્યારે આવી ઉંઘનો લાભ લેતા કેટલાક તસ્કરોએ કપરાડા મુખ્ય મથકમાં આવેલી 10જેટલી દુકાન અને પોતાનું નિશાન બનાવ્યું હતું અને આદર્શ દુકાનોમાં ચોરી કરતા એક કરિયાણાની દુકાનમાં 56 હજાર રોકડા અને સોના ચાંદીની ચોરી કરી હતી.
કપરાડામાં 10 દુકાનનાં તાળાં તૂટયા, પોલીસ પેટ્રોલિંગ સામે અનેક સવાલ - The smugglers struck in Caprada
વલસાડઃ જેમ જેમ શિયાળો આગળ વધી રહ્યો છે તેમ તેમ ઠંડી લોકોમાં ગાત્રો થીજવી રહી છે, ત્યારે આવા સમયમાં વલસાડ જિલ્લાના અંતરિયાળ એવા કપરાડાના મુખ્ય મથકે શનિવારના રોજ ચોરે ફૂલગુલાબી ઠંડીનો લાભ લેતા 10 જેટલા દુકાનનાં તાળા તોડયા હતા. જેમાં એક કરિયાણાની દુકાનમાંથી 56 હજાર રૂપિયા રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. જેનો વિડીયો હાલ બહાર આવ્યો છે.
![કપરાડામાં 10 દુકાનનાં તાળાં તૂટયા, પોલીસ પેટ્રોલિંગ સામે અનેક સવાલ valsad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5540625-thumbnail-3x2-valsad.jpg)
કપરાડામાં 10 દુકાનનાં તાળાં તૂટયા, પોલીસ પેટ્રોલિંગ સામે અનેક સવાલ
કપરાડામાં 10 દુકાનનાં તાળાં તૂટયા, પોલીસ પેટ્રોલિંગ સામે અનેક સવાલ
વારંવાર થતી આવી ઘટનાઓને લઈને દુકાનદારોમાં પણ રોષ જોવા મળ્યો છે. એક સાથે બદલી 10 જેટલી દુકાનોમાં ચોરીની ઘટનાને લઈને પોલીસની પેટ્રોલીંગની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ મથકથી માત્ર 500મીટરના અંતરે આવેલી દુકાનોમાં એકસાથે ચોરી થઇ જતા ચોરોએ જાણે પોલીસને પડકાર આપ્યો છે.
આ સમગ્ર ઘટના એક દુકાન નજીક મૂકવામાં આવેલા CCTVમાં કેદ થઈ હતી. જેમાં 3 જેટલા ચોરો દુકાનોના શટરો ખોલતા દેખાઈ રહ્યા છે. ચોરીને અંજામ આપતા CCTVમાં નજરે પડ્યા હતા.