વલસાડઃ જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો. 24 ઓગસ્ટના રોજ 6 જેટલા કેસ નોંધાયા હતા. જ્યારે 27 ઓગસ્ટના રોજ 5 જેટલા કેસ નોંધાયા હતા, ત્યારે 28 ઓગસ્ટના રોજ એક સાથે 10 જેટલા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે એટલે કે, બે દિવસના ઘટાડા બાદ ફરીથી 10 જેટલા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે કુલ આંકડો 950 પર પહોંચ્યો છે.
વલસાડ જિલ્લામાં વધુ 10 કોરોના પોઝિટિવ કેસ, કુલ આંક 950 પર પહોંચ્યો
વલસાડ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી કોરોનાના આંકડામાં ઘટાડો નોંધાયો છે, પરંતુ શનિવારના રોજ ફરીથી કોરોનાનો આંકડો 10 પર પહોંચ્યો છે. જિલ્લામાં કોરોના પોઝિટિવના 10 જેટલા કેસ સામે આવ્યા છે. જેને મળી જિલ્લામાં કુલ કોરોનાનો આંકડો 950 પર પહોંચ્યો છે.
આ સામે 6 જેટલા લોકો સ્વસ્થ થયા છે. નોંધાયેલા 10 કેસ પૈકી વલસાડમાં 4, પારડીમાં 3 અને ઉમરગામમાં 3 મળી કુલ 10 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં કુલ 950 જેટલા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. હાલમાં વલસાડ જિલ્લામાં 84 જેટલા દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. જ્યારે 762 જેટલા દર્દીઓ સ્વસ્થ થયા છે, અત્યાર સુધીમાં 8 જેટલા લોકોના મોત થયા છે.
મહત્વનું છે કે, વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં 1,1023 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જેની સામે 10,073 નેગેટિવ રિપોર્ટ આવ્યાં છે. જ્યારે 950 જેટલાં લોકોને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જે તમામ હાલ સારવાર હેઠળ છે.