ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ : વધુ 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, આંક 877 પર પોહચ્યો - Valsad

મંગળવારે વલસાડ જિલ્લામાં કોરોનાના 10 પોઝિટિવ કેસ નોંધાયા છે.આ સાથેજ જિલ્લામાં કોરોનાનો આંક 877 પર પહોંચ્યો છે.

ETV bharat
વલસાડ : વધુ 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, આંક 877 પર પોહચ્યો

By

Published : Aug 18, 2020, 11:02 PM IST

વલસાડ: જિલ્લામાં મંગળવારે કોરોનાના 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે બે ના મોત નિપજ્યા છે.

તેમજ 12 જેટલા દર્દીઓ કોરોનાને માત આપી પોતાને ઘરે પરત ફર્યા છે. જ્યારે જિલ્લામાં કોરોના નો આંકડો 877 પર પહોંચ્યો છે.

મંગળવારે નોંધાયેલા કેસોમાં વલસાડ તાલુકામાં ચાર વાપીમાં એક ઉમરગામમાં 1 ધરમપુરમાં બે અને કપરાડામાં 2 એમ મળી કુલ 10 કેસો નોંધાયા છે.જિલ્લામાં અત્યાર સુધીમાં 10,167 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 9290 સેમ્પલો નેગેટિવ આવ્યા છે.જ્યારે 877 સેમ્પલો કોરોના પોઝિટિવ આવ્યા છે.તેમજ 258 જેટલા લોકોને હોમ કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે છેલ્લા બે દિવસથી પાંચ પાંચ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ મંગળવારે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો નોંધ્યો છે.

ABOUT THE AUTHOR

...view details