વલસાડઃ જિલ્લામાં કોરોનાનો ગ્રાફ જાણે રોજ ઝીક્ઝેકની રમત રમતો હોય એમ ઉપર નીચે થઈ રહ્યો છે. તારીખ 1 સપ્ટેમ્બરના રોજ 7 કોરોના પોઝિટિવ આવ્યા બાદ 2 સપ્ટેમ્બરના રોજ સીધા 14 કેસ સામે આવ્યા જ્યારે 3 સપ્ટેમ્બરે એટલે કે ગુરુવારે 10 કેસ સામે આવ્યા છે. જ્યારે 1 નું મોત અને 5 લોકો સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે.
વલસાડમાં કોરોનાના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા, જિલ્લામાં કુલ આંક 996 પર - વલસાડ ન્યૂઝ
વલસાડ જિલ્લામાં કોરોનાનો ગ્રાફ જાણે એક દિવસ નીચે ઉતરે તો બીજા દિવસે આકાશ તરફ છલાંગ લગાવે છે. તારીખ 1 સપ્ટેમ્બરે 7 કેસ નોંધાયા બાદ 2 સપ્ટેમ્બરે તેના ડબલ 14 કેસ સામે આવ્યા તો 3 સપ્ટેમ્બરે ફરી 10 કેસ નોંધાયા હતા. જેને પગલે અત્યાર સુધીનો કોરોનાનો આંકડો 996 ઉપર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 8 મોત કોરોનાને કારણે થયા હોવાનું નોંધાયું છે.
ગુરૂવારે સાંજે આવેલા રિપોર્ટ ઉપર નજર કરીએ તો વલસાડ તાલુકાના 4, પારડીના 3, વાપીના 2, ઉમરગામ 1 મળી કુલ 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 7 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થાય છે. આમ, વલસાડ જિલ્લામાં કોરોનાનો કુલ આંક 996 ઉપર પહોંચ્યો છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 796 લોકો કોરોનાને હરાવી ઘરે પહોંચ્યા છે. હાલમાં કુલ 89 દર્દીઓ સારવાર હેઠળ છે. જિલ્લામાં અત્યારે 93 લોકો હોમ ક્વોરન્ટાઇન છે અને ગુરુવારના રિપોર્ટ મુજબ જનસેવા હોસ્પિટલ વાપી ખાતે સારવાર લઇ રહેલા ડુંગરી ફળીયાના 52 વર્ષીય પુરુષનું મોત થયું છે.
નોંધનીય છે કે, વલસાડ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા કોરોના જેવી બીમારીના દર્દી ઓળખી કાઢવા માટે 35 જેટલા ધન્વંતરિ રથ વિવિધ વિસ્તારોમાં દોડાવવામાં આવી રહ્યા છે. જેમના દ્વારા ઘરે ઘરે કે બજારમાં જઈ ટેમ્પરેચર લઈ આયુર્વેદિક દવાઓનું વિતરણ સહિત જરૂરિયાત મંદ લોકોને આરોગ્યલક્ષી અને કોરોનાલક્ષી માહિતી આપવામાં આવી રહી છે.