- વાપીમાં 1.2 કિલોમીટર ફોરલેન માર્ગનું ખાતમુહૂર્ત
- રુપિયા 10.50 કરોડના ખર્ચે બનશે માર્ગ
- વાપી GIDC, નોટિફાઇડ અને નગરપાલિકાનો સંયુક્ત પ્રોજેકટ
વાપીઃ શનિવારે વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલ, GIDCના MD થેંનારસન અને પારડીના ધારાસભ્ય કનુ દેસાઈના હસ્તે 10.50 કરોડના ફોરલેન માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વાપી ટાઉન અને વાપી GIDCને જોડતો 1.2 કિલોમીટરનો આ માર્ગ વાપીની જનતા માટે આશીર્વાદ રૂપ બની ટ્રાફિક સમસ્યા હળવી કરશે તેવી અપેક્ષા મહાનુભાવોએ સેવી હતી. વાપીમાં વાપી ટાઉન અને વાપી GIDCને જોડતો એક ઓવર બ્રિજ અને એક રેલવે ગરનાળું એમ 2 જ મુખ્ય માર્ગો છે. એમાં પણ ઓવરબ્રિજ રેલવે ફ્રેઈટ કોરિડોરમાં નડતરરૂપ હોય, સમયમર્યાદા પૂર્ણ થવા આવી હોય તેને તોડી નવો બનાવવાની કામગીરી હાથ ધરતા પહેલા ટ્રાફિક સમસ્યાને ધ્યાને રાખી વાપી GIDC, નોટિફાઇડ ઓથોરિટીના 80 ટકા અને વાપી નગરપાલિકાના 20 ટકા રકમની ફાળવણી સાથે GIDCના J ટાઈપ વિસ્તારથી વાપી ટાઉનમાં જવા માટે 1.2 કિ.મી લાંબો માર્ગ બનાવવા માટે ખાતમુહૂર્ત કરાયું છે.
એક વર્ષમાં માર્ગ પૂર્ણ થશે