ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાએ વાપી ટાઉન પોલીસ મથકને લીધું સકંજામાં, 1 PSO કોરોના પોઝિટિવ - gujrat in corona

વાપી ટાઉન પોલીસમાં PSO તરીકે ફરજ બજાવતા માહલા યોગેશભાઇ અરજદારના સંપર્કમાં આવ્યા હતા. જેની તબિયત લથડતા આરોગ્ય વિભાગે તેમના સેમ્પલ લીધા હતા. સેમ્પલ લેવાયા બાદ PSO યોગેશભાઇનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.મળતી વિગતો મુજબ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પહેલા કુંભારવાડથી દારૂની મહેફિલ માણતા પકડાયેલા ચાર આરોપી પૈકી એક આરોપીનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેથી અન્ય કેસમાં પણ લોકલ સંક્રમણ જ જવાબદાર હોવાનું આરોગ્ય વિભાગ માની રહ્યું છે.

કોરોનાએ વાપી ટાઉન પોલીસ મથકને લીધું સકંજામાં, 1 PSO કોરોકોરોનાએ વાપી ટાઉન પોલીસ મથકને લીધું સકંજામાં, 1 PSO કોરોના પોઝિટિવના પોઝિટિવ
કોરોનાએ વાપી ટાઉન પોલીસ મથકને લીધું સકંજામાં, 1 PSO કોરોના પોઝિટિવ

By

Published : Jun 26, 2020, 7:11 PM IST

દમણ: વલસાડ જિલ્લાના વાપી ટાઉન પોલીસ સ્ટેશનના PI સહિત 12 જેટલા પોલીસ કર્મી દુષ્કર્મના આરોપીના સંપર્કમાં આવતા હાલ સેલ્ફ કવોરેન્ટાઇનમાં છે. તેવામાં ટાઉન પોલીસ મથકમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મી પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે અને તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.

કોરોનાએ વાપી ટાઉન પોલીસ મથકને લીધું સકંજામાં, 1 PSO કોરોના પોઝિટિવ
વાપી ટાઉન પોલીસમાં PSO તરીકે ફરજ બજાવતા માહલા યોગેશભાઇ ઇશ્વરભાઇ કોઇ અરજદારના સંપર્કમાં આવ્યા હતા. જેની તબિયત લથડતા આરોગ્ય વિભાગે તેમના સેમ્પલ લીધા હતા. સેમ્પલો લેવાયા બાદ PSO યોગેશભાઇનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.
  • કોરોનાએ વાપી ટાઉન પોલીસ મથકને લીધું સકંજામાં
  • PSO યોગેશભાઇનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો
  • અન્ય કેસોમાં પણ લોકલ સંક્રમણ જ જવાબદાર હોવાનું આરોગ્ય વિભાગ માની રહ્યું છે.
  • દારૂની મહેફિલ માણતા પકડાયેલા ચાર આરોપી પૈકી એક આરોપીનો રિપોર્ટ પણ પોઝિટિવ


મળતી વિગતો મુજબ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પહેલા કુંભારવાડથી દારૂની મહેફિલ માણતા પકડાયેલા ચાર આરોપી પૈકી એક આરોપીનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. આરોપી આદિત્ય રાજેશભાઇ દેસાઇ લોકલ સંક્રમણથી કોરોના પોઝિટિવ બન્યો છે. એ જ રીતે વાપીની મદીના મસ્જીદ નજીક રહેતા શાકભાજીના વેપારી જબ્બીર વજીર શેખનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

વાપી ટાઉનના પોલીસકર્મી કોરોના પોઝિટિવ કેમ બન્યા તે બહાર આવ્યું નથી, પરંતુ પોલીસ મથકમાં આવતા અરજદારોના સંપર્કમાં આવવાથી સંક્રમિત થયા હોઇ શકે. આ ઉપરાંત અન્ય કેસોમાં પણ લોકલ સંક્રમણ જ જવાબદાર હોવાનું આરોગ્ય વિભાગ માની રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details