ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીના વેપારીએ નોટબંદીના 3 વર્ષ બાદ ખ્યાતનામ વકીલબંધુઓ પર લગાવ્યો છેતરપિંડીનો આક્ષેપ - RTGS

વાપીઃ સમગ્ર દેશમાં 8 નવેમ્બર 2016ના રોજ 500 અને 1000ના દરની નોટો પર અચાનક નોટબંધી લાદવામાં આવી હતી. આ સમયે વાપીમાં પંજાબ નેશનલ બેંકમાં ગણેશ કાર્ગોના નામે બેંક ખાતું ધરાવતા નિલેશ ખોરાશીએ વાપીના જાણીતા વકીલબંધુઓ પર અપહરણ અને પોતાના બેંક એકાઉન્ટનો દુરઉપયોગ કર્યો હોવાની ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદી

By

Published : Jun 9, 2019, 7:26 PM IST

આ સમગ્ર મામલે નિલેશ ખોરાશીએ જણાવ્યું કે, જે તે વખતે આ વકીલ બંધુ મેહુલ કક્કડ-સચિન કક્કડ અને બેંક મેનેજર સહિત 18 વ્યક્તિઓએ તેનું અપહરણ કરી મોબાઈલ, ATM કાર્ડ, સહિતની ચીજવસ્તુઓ લૂંટી લીધી હતી અને પાછળથી 1.24 કરોડની રકમ RTGS થકી મુંબઈની બંધન બેંકમાં ટ્રાન્સફર કરી હતી. તદ્ઉપરાંત 14.24 લાખનો અન્ય DD પણ બનાવ્યો હતો.

જ્યારે આ સમગ્ર મામલે વકીલબંધુ મેહુલ કક્કડ અને સચિન કક્કડે જણાવ્યું કે, “આ મામલો બંને ભાઈઓને બદનામ કરવા માટેનો છે. તેમની પ્રતિષ્ઠાને બદનામ કરી આર્થિક રીતે પાયમાલ કરવા ફરિયાદીએ ખોટી ઉપજાવી કાઢેલી ફરિયાદ નોંધાવી છે. હકીકતમાં નિલેશ ખોરાશીએ પોતાના ત્રણ ક્લાયન્ટસ સાથે અનુક્રમે 28.59 લાખ, 25 લાખ અને 28 લાખની છેતરપિંડી કરી હતી. જે કેસ સંદર્ભે નિલેશ અમારા પર દાઝ કાઢી રહ્યો છે. નિલેશે આ પહેલા પણ ફરિયાદ કરી હતી, જે બેઝલેસ અને બોગસ હતી.” સાથે ફરીયાદમાં જે મેનેજરનો ઉલ્લેખ કરરવામાં આવ્યો છે તેમને વકીલબંધુઓને એળખતા પણ ન હોવાનું જણાવ્યું છે.

વાપીના વેપારીએ નોટબંદીના 3 વર્ષ બાદ ખ્યાતનામ વકીલબંધુઓ પર લગાવ્યો છેતરપિંડીનો આક્ષેપ

સાથે જ નિલેશ ખોરાશીએ આ સમગ્ર પ્રકરણમાં પોલીસ અધિકારીઓ સામે પણ ફરિયાદ ન લેવાના અને તપાસ ન કરવાના ગંભીર આક્ષેપો હાઇકોર્ટમાં કર્યા છે. હાઇકોર્ટના આદેશ સાથે ઉના પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ ઝીરો નંબરથી વાપીના GIDC પોલીસ સ્ટેશને આવતા GIDC પોલીસે સમગ્ર કૌભાંડ અંગે વધુ તપાસ હાથ ધરી છે. જેમાં હજુ સુધી કોઈ ખાસ મહત્વની કડી મળી નથી.

ત્યારે આ સમગ્ર કૌભાંડમાં કેટલાક એવા સવાલો પણ ઉઠી રહ્યા છે, જેમાં ખુદ ફરિયાદી જ આરોપી સાબિત થઈ શકે છે. જેમ કે, નિલેશના કહેવા મુજબ તેમનું અપહરણ કરી તેમના બેંકના નંબર, ATM અને મોબાઇલ ફોન લૂંટી લેવાયા હતા, તો તે બાદ નિલેશે કેમ તાત્કાલિક પોતાનો ફોન નંબર બંધ ન કરાવ્યો ? શા માટે પોતાનું બેંક એકાઉન્ટ બંધ ન કરાવ્યું ? અને સૌથી મહત્વની વાત છે કે, જે તે સમયે શા માટે તેણે પોલીસમાં ફરિયાદ ન નોંધાવી ? આ સમગ્ર મામલે નિલેશ કહે છે કે, તે ડરી ગયો હતો તો હવે એનો ડર કેમ ગાયબ થઈ ગયો એ પણ ત્રણ વર્ષ બાદ ?

વધુમાં ફરિયાદી નિલેશ એવું પણ જણાવે છે કે, નોટબંધી વખતે વાપીમાં અંદાજિત 12 બેંકમાં કુલ 100 કરોડના ગેરકાયદેસર ટ્રાન્જેક્શન થયેલા છે. જેમાં એક વ્યક્તિનું બોગસ એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યું હતું, આ ઈસમ હાલમાં આફ્રિકામાં છે. આ સમગ્ર કૌભાંડમાં પોલીસ અને રાજકીય લોકોની પણ ભૂમિકા હોવાની શંકા નિલેશ વ્યક્ત કરે છે. ત્યારે આટલી બધી માહિતી તેની પાસે આવી ક્યાંથી અને એ પણ ત્રણ વર્ષ બાદ ? તેવા અનેક સવાલો હાલ વાપીના પ્રબુદ્ધ નાગરિકોમાં ઉઠ્યા છે. હવે પોલીસ આ સમગ્ર મામલે કેવી તપાસ કરે છે અને તપાસમાં શું બહાર આવે છે તેના પર સૌ કોઈ મીટ માંડીને બેઠું છે.

ABOUT THE AUTHOR

...view details