ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપના સદસ્યતા અભિયાન હેઠળ વલસાડમાં 1.22 લાખ નવા સભ્યો નોંધાયાં - વલસાડ ન્યૂઝ

વલસાડઃ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સભ્ય નોંધણી અભિયના હાથ ધરાયુ હતું. જે અંતર્ગત 1.22 લાખ નવા સદસ્યો પાર્ટીમાં જોડાયા છે. આ કાર્યક્રમ હેઠળ અત્યારસુધી  7 કરોડ નવા સભ્યોને પાર્ટીમાં સામેલ કરાયા છે. આમ, ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન અંતર્ગત લોકોને પાર્ટીમાં જોડીને દેશની સૌથી મોટી અને શક્તિશાળી પાર્ટી બની છે.

ભાજપના સદસ્યતા અભિયાન હેઠળ વલસાડમાં 1.22 લાખ નવા સભ્યોની નોંધાયાં

By

Published : Oct 4, 2019, 1:05 PM IST

સદસ્યતા અભિયાન કાર્યક્રમ હેઠળ વલસાડ જિલ્લામાં મોટી સંખ્યામાં મતદારોએ ભાજપમાં સદસ્યતા નોંધાવી છે. આ અંગે વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખ અને પારડી વિધાનસભાના ધારાસભ્ય કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, "આ વર્ષે વલસાડ જિલ્લામાં કુલ 1.22 લાખ સભ્યોની નોંધણી કરવામાં આવી છે. જેમાં પારડી અને વાપીમાં 31 હજાર સભ્યોની નોંધણી થઈ હતી. જ્યારે વલસાડ વિધાનસભા ક્ષેત્રમાં 30 હજાર નવા સભ્યોની નોંધાયાં હતા.

2016માં વલસાડ જિલ્લામાંથી 1.26 લાખ નવા સભ્યો નોંધાયા હતાં. આ વખતે 50 ટકા સભ્યો એટલે કે 63 હજાર સભ્યોની નોંધણી બાકી હતી. જેને પૂર્ણ કરવામાં ભાજપના કાર્યકરોને 99.5 ટકા જેટલી સફળતા મળી છે. એટલે કે, જિલ્લામાં મોટાભાગના લોકોએ ભાજપમાં સદસ્યતા નોંધાવી છે.

ભાજપના સદસ્યતા અભિયાન હેઠળ વલસાડમાં 1.22 લાખ નવા સભ્યોની નોંધાયાં

ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા વર્ષ 2016માં દેશમાં સદસ્યતા અભિયાન હાથ ધરાયું હતું. જે અંતર્ગત 13 કરોડ નવા સભ્યો નોંધાયા હતાં. આ સિલસીલાને આગળ ધપાવતાં વર્ષ 2019માં અમિત શાહના આહવાનથી સદસ્યતા અભિયાન ફરીથી શરૂ કરાયું હતું. જે અંતર્ગત વર્ષ 2019માં સદસ્યતા અભિયાન હેઠળ દેશના 7 કરોડ સભ્યો પાર્ટીમાં જોડાયા હતાં. જેની સાથે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે.

ABOUT THE AUTHOR

...view details