- વિશ્વ વન દિવસે 1.20 લાખ વૃક્ષોના વાવેતરનું ખાત મુહૂર્ત
- માલવણ બીચ પર ફોરેસ્ટ અને સ્થાનિક સંસ્થાએ પ્રોજેકટ હાથ ધર્યો
- ગ્લોબલ વોર્મિંગથી બચવા વૃક્ષો વાવવા જરૂરી
વલસાડ: જિલ્લાના નારગોલમાં સામાજિક વનીકરણ વિભાગ વલસાડ અને Forest Creators, Enviro Creators Foundation સંસ્થા દ્વારા "FOREST BY THE SEA" પ્રોજેકટનું વિશ્વ વન દિવસે વન અને આદિજાતિ રાજ્યપ્રધાન રમણલાલ પાટકરના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગોદરેજ પ્રોપર્ટીના સહયોગ હેઠળ આકાર લેનારા વન પ્રોજેકટમાં 1.20 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યપ્રધાન પાટકરે જણાવ્યું હતું કે, વિશ્વમાં દિવસો દિવસ ગ્લોબલ વોર્મિંગનો ખતરો વધી રહ્યો છે, ત્યારે પર્યાવરણનું જતન થાય તેવા શુભ આશયથી આ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:વિશ્વ વન દિવસની ઉજવણી અંતર્ગત ભરૂચમાં વૃક્ષારોપણ કરાયું
વૃક્ષોનું વાવેતર ખેડૂતોને રોજગારી પણ આપે છે