વડોદરાશહેરમાં દિવસેને દિવસે ગુનાખોરીઓ (Vadodara Crime News) વધી રહી છે. યુવતીઓની છેડતી (Crimes increased in Vadodara) હોય કે પછી દુષ્કર્મ. હત્યા હોય કે પછી ચોરી. આવી અનેક ઘટનાઓથી સંસ્કારીનગરી રક્તરંજિત થઈ ચૂકી છે. ત્યારે આ વર્ષ દરમિયાન સૌથી મોટા ગુનાઓ પર કરીએ એક નજર કે, જેણે સમગ્ર વડોદરાને હચમચાવી નાખ્યું હતું.
સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો શહેરમાં વર્ષ 2022માં ઇતિહાસનું સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ગુજરાત એટીએસ (Drugs seized by Gujarat ATS in Vadodara) દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. વડોદરાના મોક્ષી ગામ ખાતે આવેલ નેક્ટરકેમ કંપની ખાતેથી 1,125 કરોડ રૂપિયાનો જંગી જથ્થો એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યો હતો. તો વડોદરા શહેર નજીક સિંધરોટની સીમમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ જમહીસાગરના કાંઠે આવેલા ખેતરમાં સવા મહિના પહેલાં જ ઊભી કરાયેલી ફેક્ટરીમાં એટીએસે રેડ કરીને તૈયાર 63 કિલો 613 ગ્રામ એમડી ડ્રગ્સ (Drugs seized by Gujarat ATS in Vadodara) અને એમડી ડ્રગ્સ બનાવવાનું 80 કિલો અને 260 ગ્રામ જુદુંજુદું લિક્વિડ મટિરિયલ મળી કુલ 500 કરોડ રૂપિયાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એટલે કે 2,000 કરોડ રૂપિયાનું એમડી ડ્રગ્સ ગુજરાત એટીએસ દ્વારા વડોદરાથી ઝડપી પાડવામાં આવ્યું છે. જેથી કહી શકાય કે, વડોદરા એ ડ્રગ્સ માટેનું હબ હોય તેવું આ વર્ષમાં જોવા મળ્યું હતું.
પાણીગેટ વિસ્તારમાં થયો હતો પથ્થરમારો પાણીગેટ વિસ્તારમાં થયો હતો પથ્થરમારો વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં (Panigate Vadodara) દિવાળીની મોડી રાત્રે ફટાકડા ફોડવા બાબતે 2 જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. આ ઘટનાના પગલે વડોદરા ડીસીપી ઝોન 3 યશપાલ જગાણિયા પોલીસ (Jagania Police Vadodara) સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તે દરમિયાન પોલીસ અધિકારી પર પણ પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે 19 લોકોની અટકાયત કરી છે.
NRIના ઘરે થઈ હતી લૂંટ વડોદરા શહેરના વોર્ડ નંબર 17નાં મહિલા ભાજપના કાઉન્સિલરના વાસણા રોડ આવેલી મુદ્રા સોસાયટીમાં રહેતાં NRI ભાઈ અને ભાભીને બંધક બનાવ્યા હતા. તેમ જ માર મારીને રિવોલ્વરની અણીએ ઘરમાં તિજોરીમાં મૂકેલા 50 તોલા સોનાના દાગીના અને 40 હજાર રૂપિયા રોકડની લૂંટ ચલાવી 3 તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં વડોદરા ક્રાઇમબ્રાન્ચ (Crime Branch Vadodara) દ્વારા 6 આરોપીની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી હતી.
યુવતીની થઈ હતી હત્યા તો 22 માર્ચની રાતે વડોદરામાં 19 વર્ષીય છોકરીની કરપીણ હત્યા (Woman killed in Vadodara) કરવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં યુવકયુવતીને એકતરફી પ્રેમમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. તેમાં નેશનલ હાઈવે 48 પર લેન્ડફિલ સ્પોટ નજીકથી હત્યા કરાયેલી યુવતીનો મૃતદેહ મળ્યો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અહીં તપાસ કરતા મૃતક યુવતી મૂળ પંચમહાલ જિલ્લાની તૃષા સોલંકી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ઘટનાના ગણતરીના કલાકોમાં આરોપી કમલેશ ઠાકોરને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ પરિવારજનોએ ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ઝડપી ન્યાય મળે તેવી માગ કરી હતી.