પોલીસ કમિશ્નર કચેરી બહાર CAAનો વિરોધ કરતાં લખાણો લખનાર 5 પકડાયા, 2 ફરાર - vadodara police
વડોદરા: પોલીસ કમિશ્નર કચેરી બહાર તેમજ શહેરના ફતેહગંજ વિસ્તારમાં આવેલ વોર્ડન ઓફીસ સામે પણ લખવામાં આવ્યા હતા. આ લખાણથી શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર ફાઈન આર્ટ્સ ફેકલ્ટીના 5 વિદ્યાર્થીઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. તેમજ બે વિદ્યાર્થીઓ હજુ ફરાર છે.
vadodara
વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરાતાં MS યુનિવર્સિટીમાં ફાઈન આર્ટ્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતાં પરપ્રાંતિય વિદ્યાર્થીઓની સંડોવણી સામે આવી હતી. જેને પગલે ફતેગંજ વિસ્તારમાં રેડ પાડી ક્રાઈમ બ્રાન્ચની ટીમે 5 વિદ્યાર્થીઓને ઝડપી પાડ્યા હતાં તેમજ ફરાર બે વિદ્યાર્થીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલા વિદ્યાર્થીઓ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.