વડોદરા : લતા ઐયર ગુજરાતના એકમાત્ર એવા મહિલા છે કે જે ડિસ્કલેેશિયા થેરાપિસ્ટ છે. તેમણે પોતાની ઓટીઝમપીડિત દીકરી માટે નોકરી છોડી તાલીમ મેળવી હતી. આજે તેઓ ઓટેસ્ટીક બાળકો અને તેમના માતાપિતાને કઈ રીતે જીવન શૈલી સંભાળવી તેની ટ્રેનિંગ આપી રહ્યાં છે. લતા ઐયર પોતાની દીકરીના જ નહીં, અનેક ઓટેસ્ટીક દીકરીઓની માતા બની ગયાં છે. આ મહિલા ગુજરાતની એકમાત્ર એવી મહિલા છે કે જેમણે ડિસ્કલેેશિયા થેરાપિસ્ટ હોવાનું લાઇસન્સ પ્રાપ્ત કર્યું છે. તો જાણો આ મહિલા કોણ છે અને જીવનમાં શું સંઘર્ષ રહ્યો છે.
જીવનનો સંઘર્ષ :વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતાં લતા ઐયર તેઓ મૂળ મુંબઈના છે. પોતાની ઓટીઝમપીડિત દીકરી માટે આખું જીવન સમર્પિત કરી દીધું છે. પતિની છત્રછાયા ગુમાવ્યા બાદ પોતાની ઓટેસ્ટીક દીકરીને ઉછેરવાની જવાબદારી સાથે પરિવારનું ભરણપોષણ કરવાનો પડકાર હતો. આજે આ માતા પોતાની ઓટેસ્ટીક દીકરીને તો સંભાળવા સાથે ઓટેસ્ટીક બાળકોને દૈનિક કાર્યો શીખવે છે અને તેમના માતાપિતાને પણ શીખવે છે કે આવા બાળકો સાથે કઈ રીતે વ્યવહાર કરવો. એ બાળકો કઈ પ્રવૃત્તિ માટે રસ ધરાવે છે તે ચકાસી તે વિષયમાં રુચિ કેળવવા મદદ કરે છે.
શરુઆતની સ્થિતિ : ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં પોતાના પરિવાર અને ઓટીઝમપીડિત બાળકના જન્મ પછી બદલાયેલી પરિસ્થિતિઓ વિશે જણાવ્યું હતું. લગ્ન બાદ તેઓ મુંબઈ રહેતા હતાં. તેમને એક પુત્ર પણ છે. દીકરી ઓટીઝમપીડિત છે તેની જાણ થઇ ત્યારે શું કર્યું એ વિશે જણાવ્યું.
વર્ષ 1998માં દીકનુંરી એક અલગ વર્તન, વાણી, વ્યવહાર હોવાથી તબીબોને બતાવવામાં આવ્યું. 3 વર્ષની ઉંમર હતી ત્યારે ખબર પડી હતી કે તેને ઓટીઝમ છે. ત્યારબાદ દીકરીને એક થેરાપી સેન્ટરથી બીજા થેરાપી સેન્ટર પર લઇ જવાની દોડધામ ચાલી. આ થેરાપીમાં દિવસનો 1 હજાર રૂપિયા જેટલો ખર્ચ થતો હતો તે પરિવાર માટે ખૂબ જ વધુ હતો. આ દીકરીને ઉછેરવા પિતાએ મુંબઈમાં ઓપન યુનિવર્સિટીમાં સ્પેશિયલ એજ્યુકેશનમાં બી.એડના અભ્યાસ માટે એડમિશન લીધું અને પરીક્ષા આપી હતી. અભ્યાસનું સેન્ટર અને ઘર વચ્ચે ખૂબ જ વધુ અંતર હતું. આ દીકરીને છોડીને જવું ખૂબ મુશ્કેલ હતું. ત્યારે માતાપિતા સાથે વન રૂમ કિચનમાં રહી અભ્યાસ પૂર્ણ કર્યો હતો. લતા ઐયર (ઓટીઝમપીડિત દીકરીનાં માતા)
પતિનું ટ્રેન અકસ્માતમાં મૃત્યુ થયું: તેમના પતિએ અભ્યાસ પૂર્ણ કરી સ્કૂલમાં નોકરી શરૂ કરી હતી અને નોકરીના 6 મહિનામાં ટ્રેન અકસ્માતમાં જીવ ગુમાવતા પરિવાર પર આફત આવી પડી હતી. લતાબેન માટે પોતાની દીકરીને સંભાળવી કે પરિવારના સભ્યોને ત્યારે એવી વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. લતાબેનના માતા પિતા પણ સાથે હંતા અને ત્યારે તેઓ મુંબઈ છોડી વડોદરા આવ્યા હતા. વડોદરામાં વર્ષ 2005માં અભ્યાસ પ્રમાણે કોઈ નોકરી મળતી ન હતી. ત્યારબાદ ખૂબ ઓછા પગારમાં સ્કૂલમાં નોકરી મેળવી હતી.