વડોદરાઃ કોરોનાનો કહેર વધવા માંડ્યો છે. 18 લોકોના કોરોનાં રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે કોરોનાનો ચેપ ફેલાય નહીં અને ભીડભાડ વિના લોકોને લોકો સુધી શાકભાજીનો જથ્થો પહોંચી શકે તે માટે સોશિયલ ડિસ્ટન્ટસને ધ્યાને રાખી સયાજીપુરા માર્કેટયાર્ડ ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા છે.
વડોદરાના સયાજીપુરા માર્કેટ યાર્ડમાં ભીડ ન થાય તે માટે પગલા લેવામાં આવ્યા
વડોદરા શહેરમાં કોરોનાનાં વધતાં જતાં વ્યાપને કારણે સાવચેતીના ભાગરૂપે ભીડ ન સર્જાય તે માટે સયાજીપુરા માર્કેટયાર્ડ ખાતે અગત્યના નિર્ણય લેવામાં આવ્યા છે.
નવા નિયમો પ્રમાણે ખેડૂતોએ તેમની શાકભાજી સવારે 3 વાગ્યા પહેલાં માર્કેટયાર્ડમાં લાવીને ખાલી ખાલી કરવાની રહેશે. ત્રણ વાગ્યા બાદ કોઈપણ ખેડૂતને શાકભાજી સાથે પ્રવેશ આપવામાં આવશે નહીં. માલ ખરીદવાવાળા વાહનોને 4 વાગ્યાથી વાહનોના 100-100નાં જથ્થાને પ્રવેશ આપવામાં આવશે. દરેક વેપારીઓએ આવેલ શાકભાજીનું વેચાણ સવારે 4 કલાકથી કરવાનું રહેશે. આ સાથે ખેડૂતો જે વાહનોમાં આવ્યા હોય તે જ વાહનોમાં પરત ફરવાનું રહેશે. દુકાને માલ ખરીદ કરવા આવનાર વેપારીઓએ ફરજીયાત પણે માસ્ક પહેરેલાં વ્યક્તિને માલ વેચવાનો રહેશે.