ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં તંત્રના સંકલનના અભાવને કારણે પરપ્રાંતીય શ્રમિકો મુશ્કેલીમાં મૂકાયા - workers in trouble at vadodara

ગુજરાતમાં મજૂરી કામે આવેલા અનેક શ્રમિકોને હાલ પોતાના વતનમાં જવા માટે રેલવે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ આયોજનમાં કેટલી ત્રુટીઓ હોવાને કારણે વતનમાં જવા માગતા અનેક પરપ્રાંતિય શ્રમિકોની હાલત ખૂબ જ દયનીય બની છે. પોતાના વતન જવા નીકળેલા શ્રમિકોને નર્મદા ભવન ખાતેથી યોગ્ય માહિતી ન મળતા અને તંત્રના સંકલનના અભાવને કારણે શ્રમિકો મુશ્કેલીમાં મૂકાયા છે.

રેલવેના અનઘડ વહીવટને કારણે પરપ્રાંતીય શ્રમીકો મુકાયા મુશ્કેલીમાં
રેલવેના અનઘડ વહીવટને કારણે પરપ્રાંતીય શ્રમીકો મુકાયા મુશ્કેલીમાં

By

Published : May 11, 2020, 4:33 PM IST

વડોદરા : ગુજરાત રાજ્યમાં મજૂરી અર્થે આવેલા અને અનેક શહેરોમાં મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા પરપ્રાંતિય શ્રમિકો હાલતો ગુજરાત છે. પોતાના વતનમાં જવા માટે ટ્રેનની સુવિધા કરવામાં આવી છે, પરંતુ વડોદરાના નબળા વહીવટી તંત્રને કારણે અનેક પરપ્રાંતિય શ્રમિકોને માત્ર કચેરીના ધક્કા ખાવા પડે છે અને સુચારુ સંકલનના અભાવે આવા શ્રમિકોને પોતાના વતનમાં જવા માટે પછી આવનારા અનેક દિવસો સુધી રાહ જોવાની નોબત આવી છે.

રેલવેના અનઘડ વહીવટને કારણે પરપ્રાંતીય શ્રમીકો મુકાયા મુશ્કેલીમાં

શહેરના નર્મદા ભવન ખાતે આજે સોમવારે વહેલી સવારથી મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો વતનમાં જવા માટેની જરૂરી કાર્યવાહી કરવા માટે એકઠા થયા હતા, પરંતુ વહીવટી તંત્રની નિષ્કાળજીને પરિણામે આ તમામ શ્રમિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. શ્રમિકોને જરૂરી પાસ અને બીજી જરૂરી કાર્યવાહી તંત્ર દ્વારા ન કરવાને કારણે અનેક શ્રમજીવી ભાઈઓ અને બહેનો આજે સોમવારે નર્મદા ભુવન ખાતે અટવાઈ ગયા હતા. આ તકે તંત્રના પાપે આ ગરીબ અને નિઃસહાય શ્રમિકોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા રજૂ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details