વડોદરાઃ હાઇવે ઉપર એક વાહન અડફેટે આવી જતા એક મહિલાનું મોત નીપજયું હતું. અકસ્માત બાદ રાત્રે અનેક વાહનો તેમના મૃતદેહ ઉપરથી ફરી વળતા મહિલાના શરીરનો કૂચો થઇ ગયો હતો. હરણી પોલીસે આ અંગે અજાણ્યા વાહન ચાલક સામે સાપરાધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર નેશનલ હાઈવે નં. 48 ગોલ્ડન ચોકડી પાસે અમદાવાદ તરફ જતા રોડ ઉપર ગત મોડી રાત્રે એક મહિલાને કોઈ વાહને ટક્કર મારતા તેમનું રોડ ઉપર પડી જતા ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું.
વિશ્વાસ કરોઃ આ કોઈ જાનવરનો નહીં એક મહિલાનો મૃતદેહ છે જેને આખી રાત સુધી વાહનોએ કચડ્યો - રોડ અકસ્માત
શહેરના છેવાડે ગોલ્ડન ચોકડી પાસે નેશનલ હાઇવે પર અમદાવાદ તરફ જતા માર્ગ ઉપર મોડીરાત્રે અજાણ્યા વાહનની અડફેટે એક મહિલાનું મોત થયું હતું. રાત્રી દરમિયાન અનેક વાહનો આ મૃતદેહ પરથી પસાર થતા બીજા દિવસે સવાર સુધીમાં મૃતદેહના ચીંથડે-ચીંથડા ઉડ્યા હતા.
vadodara
મોડીરાત હોવાથી રોડ ઉપર પડેલા મૃતદેહ ઉપરથી કેટલાય વાહનો ફરી જતા મૃતદેહનો કુરચો બોલી ગયો હતો. આ ઘટનાની જાણ હરણી પોલીસને થતા ઈસ્માઈલભાઈ મુસાભાઇ સ્થળ પર દોડી ગયા હતા અને મૃતહેદને પાવડાની મદદથી એકત્રિત કરી સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જ્યારે, ઘટના સ્થળેથી મળી આવેલા રાજપીપળાના વીજ બિલના આધારે તપાસ શરૂ કરતા માહિતી મળી હતી કે, મૃતક અગાઉ તેમના ઘરે ભાડેથી રહેતા હતા પરંતુ, ઓળખ છતી થઇ ન હતી.