વડોદરાઃસંસ્કારીનગરીમાં ગુનાખોરી સતત વધી રહી છે. ત્યારે શહેર નજીક આવેલી એક નદીના કોતરમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતાં પોલીસ દોડતી થઈ છે. આ અંગે વડોદરા છાણી પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટના અંગે વડોદરા છાણી પોલીસને વર્ધી મળી હતી કે, પદમલા નજીક મિની નદીના કોતરોમાં એક અજાણી મહિલાનો મૃતદેહ પડ્યો છે. તેના આધારે વડોદરા છાણી પોલીસના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. ત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસના જવાનોને મહિલાની હત્યા કરી હોવાનું અનુમાન છે.
આ પણ વાંચોઃNavsari Crime: પાપ છુપાવવા પુત્રને પતાવી દીધો, 3000થી વધુ ફોન નંબર સ્કેન કર્યા બાદ મળી કડી
હત્યાની આશંકાએ FSL અને ડોગ્સ સ્ક્વોડની મદદ લેવામાં આવીઃપદમલા નજીક બનેલી આ ઘટનાને લઈને પ્રથમ દ્રષ્ટિએ હત્યા કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું, જેથી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ત્યારે આ તપાસમાં પોલીસે FSL અને ડોગ સ્ક્વોડની પણ મદદ લીધી હતી. મહિલાના મૃતદેહના પોસ્ટમોર્ટ રિપોર્ટ બાદ બધુ સ્પષ્ટ થશે.