ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara News: મહિલા કોન્સ્ટેબલ વિધર્મી પ્રેમી યુવક સાથે કોલ્હાપુરથી ઝડપાયા

ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ વિધર્મી પ્રેમી યુવક સાથે કોલ્હાપુરથી ઝડપાયા છે. મળતી માહિતી અનૂસાર આ બનાવમાં લવ-જેહાદ અંગે કોઈ વિગતો હજુ પોલીસને મળી નથી.

Vadodara News: ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ વિધર્મી પ્રેમી યુવક સાથે કોલ્હાપુરથી ઝડપાયા
Vadodara News: ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ વિધર્મી પ્રેમી યુવક સાથે કોલ્હાપુરથી ઝડપાયા

By

Published : Jan 20, 2023, 9:58 AM IST

Vadodara News: ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ વિધર્મી પ્રેમી યુવક સાથે કોલ્હાપુરથી ઝડપાયા

વડોદરા: મહિલા કોન્સ્ટેબલ અને આ વિધર્મી પ્રેમી યુવક બંને સાથે સૌ પ્રથમ ગોવા ગયા હતા અને ત્યાંથી તેઓ પરત ફરી રહ્યા હતા. તેઓના બંનેના મોબાઈલના લોકેશન ટ્રેડ કરાતાં મહારાષ્ટ્રનું લોકેશન જણાયું હતું. જે બાદ ડભોઇ પોલીસની એક ટીમ મહારાષ્ટ્ર જવા રવાના થઈ હતી. આ ટીમ દ્વારા નાકાબંધી કરી એક લક્ઝરી બસની તલાસી લેવામાં આવી હતી. તપાસ દરમ્યાન આ લક્ઝરી બસમાંથી ગુમ થયેલ મહિલા કોન્સ્ટેબલ અને વિધર્મી યુવક બંને મળી આવ્યા હતા. જેથી આ ઘટનામાં નવો વળાંક આવ્યો હતો. તેમજ મોટો શંકાનો વિષય બન્યો હતો.

તજવીજ હાથ ધરાઈ:મહારાષ્ટ્રના કોલ્હાપુર નજીકથી મહિલા કોન્સ્ટેબલ અને વિધર્મી પ્રેમી યુવક ઝડપાઈ જતાં બંનેને ડભોઇ ખાતે લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું ડભોઈ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા જાણવા મળી રહયું છે. આ બંને વ્યક્તિઓને ડભોઈ પોલીસ સ્ટેશનમાં હાજર કરવાની અને પરિવારજનોને સોંપી દેવાની વાત હાલ અકબંધ રાખવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહયું છે.

આ પણ વાંચો Vadodara : સંસ્કારનું સિંચન કરતા શિક્ષકે શિષ્યાની છેડતી કરતાં ખળભળાટ

મોટી બહેનને મેસેજ કર્યા:ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આમહીલા કોન્સ્ટેબલ દિવસથી ફરજ ઉપરથી છૂટી આઠ દિવસની રજા મૂકી ગૂમ થઈ ગયાં હતાં. અને તેમનાં પરિવારજનો શોધખોળ કરી રહ્યાં હતાં. પરંતુ કોઈ અતોપતો ન મળતાં ડભોઈ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ પરિવારજનોએ નોંધાવી હતી. પરિણામે પોલીસ તંત્રએ શોધખોળ આદરી હતી. આ મહિલા કોન્સ્ટેબલ પોતાની મોટી બહેનને 'હું મારી મરજીથી વિદેશ જઉં છું' એવો સંદેશો મોકલીને ગૂમ થયેલી હતી.

આ પણ વાંચો Vadodara Crime News : સાથી કર્મચારીએ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું, માતાએ કહ્યાં જાતિવિષયક અપશબ્દ

ચક્રો ગતિમાન:મહિલા કોન્સટેબલના પરિવારે ડભોઈ પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યારે પણ આ કોન્સ્ટેબલનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. આ પછી પરિવારજનો ડભોઈ પોલીસ મથકે પહોંચ્યાં હતાં અને પોલીસ મથકે જાણવા જોગ અરજી કરી હતી. આ સંબંધમાં ડભોઈ પી.આઇ. એસ.જે.વાઘેલા અને એલ.સી.બી. પી.આઇ. કૃણાલ પટેલ તથા અન્ય કર્મચારીઓની ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સમયે ડભોઇ તાલુકાના મોટા હબીપુરાનો વિધર્મી યુવક સદામ ગરાસિયા પણ ગુમ હોવાની વિગતો મળતાં બંને સાથે ગયાં છે કે કેમ ? એ દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી. વડોદરા જિલ્લા પોલીસે વિવિધ ટીમો બનાવીને મહિલા પોલીસ-કોન્સ્ટેબલની શોધખોળ શરૂ કરી હતી.

મૈત્રી કરાર:આ બંનેએ મૈત્રી કરાર પણ કરી લીધો હતો એવું પોલીસની પ્રાથમિક તપાસમાં સપાટી ઉપર આવ્યું છે. તેમણે ગત તારીખ 28 મી ડિસેમ્બરના રોજ મૈત્રી કરાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રેમી યુવક પોલીસ મિત્ર તરીકે કામ કરી રહ્યો હતો. આ મહિલા કોન્સટેબલ કાયાવરોહણ ખાતે ફરજ બજાવતા હતા. ત્યારે સંપર્કમાં આવ્યા હોવાનું તથાં બંને પરણિત હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. બંને છેલ્લા 6 માસથી પરિચયમાં હતા. અને એ પછી તેઓ ભાગ્યા હતાં. મહિલા કોન્સ્ટેબલના પિતાએ જણાવ્યું હતું કે, મારી પુત્રીનાં ચાર વર્ષ પહેલાં લગ્ન થયાં હતા. અને પતિ સાથે પણ મનમેળ છે. પરિવાર સાથે હળીમળીને રહેતી હતી. પરિવારને ખૂબ મદદ પણ કરતી હતી. મને લાગે છે કે ‘તેના પર કોઈ જાદુ ટોના કરી તેનું અપહરણ કરાયું છે. પરંતુ લવ-જેહાદ હેઠળ આ કાવતરું કરાયું છે કે નહીં તે અંગેની હાલ તપાસ ચાલું છે, આ અંગે વધુ વિગતો ઉંડાણપૂર્વકની તપાસ દરમ્યાન બહાર આવવાની સંભાવના છે.

ABOUT THE AUTHOR

...view details