વડોદરા:છેલ્લા કેટલાક સમયથી ડભોઇ પોલીસ સ્ટેશનના તાબા હેઠળ ફરજ બજાવતા અને ડભોઈની એક સોસાયટીમાં રહેતાં, એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ છેલ્લા બે ત્રણ દિવસથી કોઇ અગમ્ય કારણોસર ગુમ થયા હોવા અંગેની ફરિયાદ ડભોઇ પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલના પિતાએ નોંધાવી છે. જેથી હવે પોલીસ તંત્રએ આ મહિલા કોન્સટેબલને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે. પરંતુ મહત્વનો સવાલ એ છે કે, નાગરિકોનું રક્ષણ કરતા એવા પોલીસ કોન્સ્ટેબલ પણ સુરક્ષિત નથી અને અચાનક આવા બનાવો બને તો આમ જનતાની વાત જ ન થાય.(woman constable went missing FIR registered police started investigation)
આ પણ વાંચોમોજશોખ માટે સ્ત્રી બીજનું વેચાણ કરતી પત્ની સામે પતિની ફરિયાદ
આ ઘટનામાં લવ જે હાથની ઘટના બને તેવા એંધાણ:જાણવા મળતી માહિતી મુજબ આ પોલીસ કોન્સ્ટેબલ ગુમ થયા પાછળના અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યા છે. કદાચ આ બનાવમાં લવજેહાદની પણ ઘટના સામે આવે તેવા એંધાણ વર્તાઈ રહયાં હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ હાલ તો આ મહિલા કોન્સટેબલ ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાઈ છે. ફરજ ઉપરના કોન્સ્ટેબલ છેલ્લા 16 જાન્યુઆરી 2023 ના રોજ પોતાની ફરજ ઉપરથી છૂટયા બાદ દીન આઠની રજા મૂકી ગુમ થયા હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ પરિવારજનો પાસેથી જાણવા મળેલ માહિતી મુજબ તેઓ આજ દિન સુધી ઘરે પહોંચ્યા ન હતા.
આ પણ વાંચોVadodara Crime : પતિ અને સાસરિયાંના ત્રાસના બે બનાવ, દહેજની માંગણી તો બીજામાં સંતાન ન થતાં તરછોડાઇ પરિણીતા
પરિવારજનો દ્વારા ડભોઇ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ:જેથી આ મહિલા કોન્સટેબલના પરિવારજનોએ ડભોઇ ખાતે આવી પહોંચી તપાસ હાથ ધરી હતી.પરંતુ કોઈ પત્તો ન લાગતાં હાલ ડભોઈ પોલીસ સ્ટેશનમાં આ મહિલા કોન્સટેબલના ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ તપાસમાં કઈ હકીકત અને ઘટના બહાર આવે છે તે હવે જોવું રહયું. સાત સમગ્ર ઘટના અંગે ડભોઇના પી.આઈએ હાલ આ ઘટના અંગે કોઈ જાણકારી આપી ન હતી. ઘટના બાદ સવાલ એ ઉભો થાય છે કે નાગરિકોનું રક્ષણ કરતા એવા પોલીસ કોન્સ્ટેબલ પણ સુરક્ષિત નથી અને અચાનક આવા બનાવો બને તો આમ જનતાની વાત જ ન થાય.