વડોદરા:ડભોઇ તાલુકાના લુણાદરા ગામે બે વર્ષ પહેલાં પતિની હત્યા કરનાર પત્નીને આજીવન કેદની સજા એડિશનલ અને સેસન્સન કોર્ટ દ્વારા ફટકારવામાં આવી હતી. સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં રાખી કસૂરવાર મહિલાને આ જીવન કેદ તેમજ 5000 દંડ તેમજ પુરાવા છુપાવાના ગુનામાં 3 વર્ષ કેદ અને 1500નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. મહિલાના અને મૃતકના બાળકો નિરાધાર થતા બાળકોને જિલ્લા લીગલ 5 લાખ વળતર ચૂકવા હુકમ કરવામાં આવ્યો છે.
Vadodara News: પતિની હત્યા કરનાર પત્નીને આજીવન કેદની સજા ફટકારતી એડિશનલ અને સેશન્સ કોર્ટ - Wife Sentenced To Life In Prison
ત્રણ વર્ષ પહેલાં ડભોઈ તાલુકાના લુણાદરા ખાતે સતર વર્ષના પ્રેમી માટે પતિની હત્યા કરનાર પત્નીને કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફરમાવવામાં આવી હતી. સગીર વયના પ્રેમી સાથે સંબંધ ધરાવતી મહિલાએ લગ્નેતર સંબંધના કારણે પતિની હત્યા કરી હોવાનું સપાટી પર આવ્યું હતું.
Published : Aug 30, 2023, 6:13 PM IST
હત્યાનું કારણ:લુણાદરા ગામે રહેતા હસમુખભાઈ વાસવાની ધર્મ પત્ની જેનું બીજા એક યુવક સાથે આડા સંબધ હતા. જેથી પત્ની એ આ યુવકની મદદથી ચાલુ ફોન ઉપર માર્ગ દર્શન મેળવી મહિલા જ્યોત્સનાબેન હસમુખભાઈ વસાવા દ્વારા પોતાના જ પતિનું ગળું દબાવી હત્યા કરી નાખવામાં આવી હતી.જેના કારણે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. ગામમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
એડિશનલ અને સેસન્સ કોર્ટે સજા ફટકારી:બે વર્ષ પહેલા લુણાદરા ગામે રહેતા હસમુખભાઈ વાસવાની ધર્મ પત્નીએ પતિનું ગળું દબાવી હત્યા કરી હતી. જે અંગે ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર બનાવ અંગે પોલીસ ફરિયાદ બાદ આરોપી મહિલાને ઝડપી પાડી ડભોઇ એડિશનલ અને સેસન્સ કોર્ટના જજ એચ.જી. વાઘેલા સમક્ષ ચાલી જતા અને તમામ પુરાવા, ગવાહ, અને સરકારી વકીલ હિરેનભાઈ ચૌહાણની દલીલોને ધ્યાનમાં રાખી નામદાર એડિશનલ એન્ડ સેસન્સ જજ એચ. જી. વાઘેલા દ્વારા મૃતકને ન્યાય અપાવા હત્યા કરનાર મહિલાને આજીવન કેદ તેમજ 5000 દંડ, પુરાવા નાશ કરવાના ગુન્હામાં 3 વર્ષની કેદ અને 1500 દંડ સહિત આરોપી અને મૃતકના 2 બાળકો નિરાધાર થઈ જતા જિલ્લા લીગલ ઓથોરિટી માંથી 5 લાખ વળતર ચૂકવા હુકમ કરી સમાજમાં એક ન્યાયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.