વડોદરાઃશહેરમાં કોરોનાનો કહેર વર્તાઈ( Corona case in Vadodara )રહ્યો છે. જેને લઈને પશ્ચિમ રેલવે(Western Railway ) દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન દ્વારા પ્લેટફોર્મ પર ભીડ એકથી ન થાય તેને લઈને પ્લેટફોર્મ ટિકિટના દરમાં વધારો કરવામાં આવ્યો છે. વડોદરા સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટનો દર 30 કરવામાં આવ્યો છે. જ્યારે આણંદ, નડિયાદ, છાયાપુરી, ગોધરા, ભરૂચ અને અંકલેશ્વર સ્ટેશનો પર દર 20 અને અન્ય સ્ટેશનો પર દર 10 કરવામાં આવ્યા છે. જેનો આજથી પ્રારંભ થયો છે. આ દરો 31 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.
અનધિકૃત વ્યક્તિઓનું કરાયું ચેકીંગ
વડોદરા રેલવે સ્ટેશન પર સ્ટેશન(Vadodara Railway Station)ડાયરેકટર એસ. એસ. મીના, રેલવે પોલીસ ફોર્સ, કમર્શિયલ ટીમ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું. જ્યાં રેલવે પ્લેફોર્મ પર કોઈ અનધિકૃત વ્યક્તિ પ્રવેશી નથી તે અંગે ચેકીંગ શરૂ કરાયું હતું અને આવી કોઈ વ્યક્તિ જણાય તો કાયદાકીય કાર્યવાહી કરવાનું સ્ટેશન ડાયરેકટર એસ. એસ. મીનાએ જણાવ્યું હતું.