વડોદરામાં ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાનું સ્વાગત કરાયું - Welcome to the Executive Chairman of Vadodara BJP Party, JP Nanda
વડોદરાઃ નાગરિકતા સુધારા કાયદો લાગુ થયા બાદ દેશમાં કેટલાક વિસ્તારોમાં વિરોધ થઇ રહ્યો છે. તો દેશમાં કેટલાક વિસ્તારોમાં સમર્થન મળી રહ્યું છે. વડોદરામાં CAA અંગે લોકોને જાગૃત્તિ કરવા માટે જન જાગરણ સંમેલનનું આયોજન કરાયું છે. જેમાં ભાગ લેવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ વડોદરા પહોચ્યાં હતાં. જે.પી નડ્ડાનું વડોદરા એરપોર્ટ પર ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું.
વડોદરા
શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જન જાગરણ સંમેલનનું આયોજન કરાયું છે. જેમાં ભાગ લેવા માટે પાર્ટીના અધ્યક્ષ જે.પી નડ્ડા વડોદરા પહોંચ્યા હતાં. ત્યારે એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા માટે સાંસદ અને ધારાસભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. આ સંમેલનનો મુખ્ય હેતું શહેરીજનોને નાગરીકતા સંશોધન કાયદા અંગે જાગૃત કરવાનો છે.