વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં નિમેટાથી આવતું પાણી ગંદુ અને માટી વાળું અને પીળા પ્રકારનું પાણી આવતું હોવાથી શહેરીજનોના સ્વાસ્થય જોખમાયું હતું. આ સમસ્યાને લઈ એક વ્યકતિને પોતાનો જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો હતો. જોકે આ બનાવ બાદ વડોદરા કોર્પોરેશન દ્વારા ગંભીર સ્થિતિને ધ્યનામાં રાખી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રને નિમેટા પ્લાન્ટની સફાઈ કર્યા બાદ ફરી વાર પૂર્વ અને દક્ષિણ વિસ્તારની ઓવરહેડ ટાંકીઓ અને અંડરગ્રાઉન્ડ સંપની સફાઈનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
વડોદરામાં પાણીની ટાંકીના સફાઇને પગલે શહેરમાં પાણી કાપ... - gujaratnews
વડોદરાઃ શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં નિમેટાથી આવતું ગંદુ પાણી સફાઈને પગલે પાણી કાપ મુકવામાં આવ્યો છે. 3 લાખ શહેરીજનોને પાણી નહી મળે.
વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના સયાજીપુરા અને તરસાલી ટાંકી ખાતે બુધવારના રોજથી આગામી ત્રણ દિવસ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવશે. જોકે આ સંપ અને ટાંકીની સફાઈને કારણે સવારે પાણી ઓછું અને લો પ્રેસરથી આપવામાં આવ્યું હતું. તેમજ બુધવાર અને ગુરૂવારના રોજ તરસાલી ટાંકી અને તેના અંડરગ્રાઉન્ડ સંપની સફાઈ થશે તરસાલી ટાંકીથી સાંજનો ઝોનમાં પાણી નહીં અપાય અને તારીખ 16ના રોજ લો પ્રેસરથી અને ઓછા સમય માટે પાણી અપાશે. જોકે આ કામગીરીને લઈ અંદાજે ૩ લાખ શહેરીજનોને પાણી કાપ સહન કરવાનો વારો આવ્યો છે.
વડોદરા શહેર નજીક નિમેટા પ્લાન્ટથી હાલ પાણી ચોખ્ખું મળતું થયું છે. પરંતુ ટાંકીઓમાં કાદવ કીચડ અને માટી જામેલા હોવાથી ત્યાંથી જે પાણી અપાય છે તે ગંદુ અને માટીવાળું છે. લોકોને હજુ પણ દૂષિત પાણી મળતું હોવાથી શહેરના વિવિધ વિસ્તારોની પાણીની ટાંકીઓમાં જ્યાં ખાસ કરીને નીમેટાનું પાણી આવે છે. ત્યાં ટાંકીઓની તબક્કા સફાઈ કરવામાં આવશે. જોકે હાલ વડોદરા કોર્પોરેશ મોડી મોડી પણ કુંભકર્ણની ઉંધ માંથી સફાળું જાગી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.