વડોદરામાં ભરચોમાસે પાણીકાપ, 2 લાખથી વધુ શહેરીજનો થશે પ્રભાવિત - VDR
વડોદરાઃ જિલ્લામાં લોકોને પાણી પહોંચાડતી આજવાની મેઈન લાઈનમાં ભંગાણ થતા રીપેરીંગના કારણે શહેરના પૂર્વ વિસ્તારના લોકોને પાણી કાપનો સામનો કરવો પડશે. જેને કારણે પાણીનો વપરાશ વધ્યો છે. તેવા સમયે પાણીનો કકળાટ ગૃહિણીઓને અકળાવી મુકશે.
water
ભર ચોમાસે પાણી કાપની વાત કદાચ હાસ્યાસ્પદ લાગે, પરંતુ વડોદરા શહેરમાં પાણીકાપને લઈને શહેરના પૂર્વ વિસ્તારના અંદાજે 2 લાખથી વધુ શહેરીજનોને પાણીકાપનો સામનો કરવો પડશે. મળતી માહિતી મુજબ વડોદરા શહેરમાં એક તરફ દૂષિત પાણીની સમસ્યા યથાવત છે. વડોદરા શહેરને પાણી પહોંચાડતી આજવાની મેઈન લાઈનમાં ભંગાણ થતા રીપેરીંગના કારણે શહેરના પૂર્વ વિસ્તારના લોકોને પાણી કાપનો સામનો કરવો પડશે. જેને કારણે પાણીનો વપરાશ વધ્યો છે. તેવા સમયે પાણીનો કકળાટ ગૃહિણીઓને અકળાવી મુકશે.