વડોદરા એક તરફ રાજ્ય સરકાર ખેડૂતોના વિકાસની વાત કરે છે. તેમ જ ખેડૂતોને ખેતી માટે (water crisis for farmers of Savali Vadodara) પાણીની કોઈ મુશ્કેલી નહીં પડે તેવી વાતો કરે છે. ત્યારે આનાથી ઊંધું ચિત્ર જોવા મળી રહ્યું છે વડોદરાના સાવલી તાલુકામાં. અહીંના ખેડૂતો આટલા વર્ષે પણ નર્મદાના પાણીથી (Shortage of Narmada water in Savli) વંચિત છે. તેમને આજે પણ સિંચાઈનું (Irrigation water problem in Vadodara) પાણી મેળવવા માટે સ્વખર્ચ કરવો પડી રહ્યો છે.
ખેડૂતો ડીઝલ પંપના સહારેસાવલી તાલુકામાં ખેડૂતો સિંચાઈ માટે (Irrigation water problem in Vadodara) નર્મદાનાં પાણીથી વંચિત રહેતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. અસમતલ કેનાલના કારણે ખેડૂતો મુશકેલીઓ ભોગવી રહ્યા છે. આ ખેડૂતો પોતાના પાકને બચાવવા સ્વખર્ચે ડીઝલ મશીન વડે પાણી ખેંચીને સિંચાઈ માટે પાણી (water crisis for farmers of Savali Vadodara) મેળવવા મજબૂર બન્યા છે. સાવલી તાલુકાના લસુન્દ્રા , શિહોરા, પ્રતાપપુરા, રાજપુરા, પીપરીયા સહિતના ગામોનાં ખેડૂતો આ કેનાલો તૂટેલી અને અસમતલ હોવાથી સિંચાઇ માટે નર્મદાના પાણી (Shortage of Narmada water in Savli) મેળવી શકયા નથી.
ખેડૂતોને કેનાલનું પાણી નથી મળતુંસાવલી તાલુકાના ખેડૂતોને નર્મદાની કેનાલનું (Shortage of Narmada water in Savli) પાણી ન મળવાને કારણે તેમનો પાક બળી જવાનો ડર છે. એટલે તેઓ સ્વખર્ચે પાણી લાવી રહ્યા છે. આ અંગેની રજૂઆત નર્મદા સિંચાઈના (Irrigation water problem in Vadodara) અધિકારીઓને કરવા છતાં તેઓ આ બાબતે આંખ આડા કાન કરી ખેડૂતોની વાતની અવગણના કરતા નાખતા હોય છે.
ખેડૂતોને આર્થિક નુકસાન ખેડૂતોને હવે આર્થિક નુકસાન વેઠીને (water crisis for farmers of Savali Vadodara) પાક બચાવવાની નોબત આવી છે. પરિણામે ખેડૂતોમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે. સત્વરે આં સમસ્યાનો નિકાલ આવે નહીં આવે તો ઉગ્ર રજૂઆત પણ કરીશું તેવી ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે. સાવલીના લસુન્દ્રા પંથકમાં નર્મદા કેનાલ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે. હાલ રવિ પાકની સીઝન હોવાથી દિવેલા, ઘઉં, ચણા, કપાસ, શાકભાજી, તુવેર, મકાઈ, સુંધિયું જેવા પાકો હાલ વાવીને તૈયાર કરવામાં આવ્યા છે, પરંતુ સિંચાઈ માટે પાણીની (water crisis for farmers of Savali Vadodara) ખાસ જરૂરિયાત છે. ખેડૂતોના ખેતરના છેડા ઉપરથી કેનાલો પસાર થાય છે. પરંતુ તે શોભાના ગાંઠીયા સમાન બની રહી છે.
છેલ્લા 25 વર્ષથી ખેડૂતોને પારાવાર મુશ્કેલીઆ ખેડૂતોએ પાણી અંગે સ્થાનિક વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ અનેક રજૂઆત (Shortage of Narmada water in Savli) કરી હતી. તેમ છતાં આજે 25 વર્ષે પણ ખેડૂતોની મુશ્કેલીનો અંત નથી આવ્યો. અત્યારે તમામ પાકો તૈયાર થવાની સ્થિતિમાં છે અને તેના માટે પાણીની ખાસ જરૂરિયાત છે. આથી વેચાતું પાણી લેવા માટે ખેડૂતો મજબૂર થયા છે. તેવી જ રીતે સાવલી તાલુકાના લસુન્દ્રાની આજુબાજુના પસવા, શુભેલાવ, રાધન, પુરા, ટુંડાવ જેવા ગામોમાં નિયમિત રીતે કેનલોમાં પાણી આવે છે. જ્યારે લસુન્દ્રા ગામના 150થી 200 ખેડૂત ખાતેદારોને ખેતરના છેડા પરથી પસાર થતી કેનાલ હોવા છતાંય પાણી વગર રહેવાનો વારો આવ્યો છે.
દુકાળમાં અધિકમાસ જેવી ખેડૂતોની સ્થિતિઅત્યારે ખેડૂતોની સ્થિતિ "દુકાળમાં અધિકમાસ" જેવી બની રહી છે. પોતાના તૈયાર થયેલા પાકો માટે વેચાતું પાણી લેવાની નોબત આવતા ખેડૂતોને ભારે આર્થિક ફટકો વેઠવાનો વારો આવે છે. નાણા અને સમયનો વ્યય થાય છે. જ્યારે બીજી તરફ નર્મદા (Shortage of Narmada water in Savli) કેનાલનું ઇનફાસ્ટ્રક્ચર તૈયાર છે, પરંતુ અધિકારીઓની અણઆવડત અને પ્રજાલક્ષી કામો બાબતની ઉદાસીનતાના કારણે અને ભ્રષ્ટાચારના કારણે તેમ જ ઊંચીનીચી બનેલી કેનલોના કારણે પાણી વગર ખેડૂતોને વંચિત રહેવાનો વારો છે. આ પંથકના ખેડૂતો દિવસ રાત એક કરીને મહાન મહેનતે અને ખેડૂતો 2,000 ફૂટ લાંબી પાઈપ વડે કનેક્શન કરીને પાણી ખેંચીને પોતાના પાકને બચાવી રહ્યા છે. જ્યારે નાના અને ગરીબ ખેડૂતો છે તે પાણીનાં વાંકે પોતાનો તૈયાર થયેલો પાક ખરાબ થઈ જતો જોઈને નિ:સાસો નાખતા અને પસ્તાવો કરતાં જોવા મળી રહ્યા છે.