મળતી માહિતી પ્રમાણે વડોદરામાં ગત્ત ૨૭મી ઑક્ટોબરના રેલ્વે સ્ટેશન સામે કારમાં નશીલા ઇંજેક્શનોના જથ્થા સાથે નયના દેવેન્દ્ર પાઠક, તેનો પુત્ર સમર્થ અને પૂત્રવધૂ મોનાલી ઝડપાયા હતા. ત્યારબાદ SOGની ટીમે તેમની પાસે પેન્ટાઝોસિનના 720 નંગ ઇંજેક્શનો અને મોબાઇલ કબ્જે કર્યા હતા. વડોદરા શહેરના યાકુતપુરા અજબડીમીલ વિસ્તારમાંથી મોહમ્મદ નદીમ ઉર્ફે ભોલુ દાઢી ગુલામ દસ્તગીર સિંધી અને રઇશ રફિક શેખને એક હજાર ઇંજેક્શનો સાથે ઝડપી પાડ્યા હતા.
વડોદરામાં નશીલા ઇંજેક્શનો સપ્લાય કરતી વોન્ટેડ મહિલા ઝડપાઈ - caught
વડોદરા: શહેરમાં નશીલા દ્રવ્યોના મુખ્ય સપ્લાયર તરીકે ફરુખાબાદના પતિ-પત્ની હોવાનું સામે આવ્યું છે. ત્યારે પતિની ધરપકડ થયા બાદ તેની પત્ની પૂનમ ઉર્ફે મન્ટો ઉર્ફે મામી પણ UPથી ઝડપાઇ ગઇ છે.
નશીલા ઇંજેક્શનો સપ્લાય કરતી વોન્ટેડ મહિલા ઝડપાઈ
જોકે આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા સઘન પુછપરછ કરતા ઇંજેક્શનોનો જથ્થો UPના ફરૃખાબાદ ખાતે રહેતા મામા અને મામી સપ્લાય કરતા હોવાની વિગતો ખૂલી હતી. પોલીસની ટીમે UP જઇને વિરેન્દ્રસિંગ ઉર્ફે મામા ઓમ પ્રકાશસિંગ જાટવ અને અન્ય એક એજન્ટ રોહિત ઉર્ફે પિન્કુ સાહબસિંગ ફરૃખાબાદથી ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.