ગુજરાત

gujarat

ETV Bharat / state

વાઘોડિયા રોડની સોસાયટીઓમાં ગંદાપાણીની સમસ્યાથી લોકો પરેશાન

વડોદરાઃ વિવાદોમાં બહુચર્ચિત વાઘોડીયા રોડ વિસ્તારોની અંદાજે 5થી વધુ સોસાયટીઓમાં દુષિત પાણીની સમસ્યાને કારણે સ્થાનિકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અવાર નવાર સ્થાનિકો દ્વારા તંત્રને રજુઆત કરવા છતાં, આ સમસ્યાનું કોઈ નિવારણ નહઆ વાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પ્રતિકાત્મક ફોટો

By

Published : Apr 26, 2019, 1:07 PM IST

માહિતી પ્રમાણે, વડોદરાના વાઘોડીયા વિસ્તારની નાલંદા ટાંકી,મહેશ કોમ્પ્લેક્સ અને આસપાસની સોસાયટીઓ સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી દૂષિત પાણી આવતા નગરજનોના સ્વાસ્થ્ય પર ખતરો મંડાઇ રહ્યો છે. અવાર નવાર સ્થાનિકો અને સ્થાનિક કાઉન્સિલક દ્વારા રજુઆત કરવામાં આવી છે. તેમ છતાં, કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓએ દોડધામ કરી હોવા છતાં પરિસ્થિતિમાં હજુ કોઇ જ ફેર પડયો નથી અને દુષિત પાણી આવી રહ્યું છે. તેના પગલે કેટલાક સ્થળે તો દુર્ગંધ મારતું પાણી પણ આવી રહ્યું હોવાની બૂમો પડી રહી છે.

કે આ મામલે સ્થાનિકો દ્વારા માટલા ફોડી તંત્ર સામે રોષ પણ પ્રગટ કરવામાં આવ્યો હતો. ભર ઉનાળે એક તો ઓછા પાણીનો કકળાટ અને ઉપરથી આવતું દુષિત પાણી જેને પગલે આ વિસ્તારમાં રહેતા લોકો જાયે તો જાયે કહા જેવી પરિસ્થિતીમાં મુકાયા છે. આ અંગે કોર્પોરેશન તત્કાલ પગલા નહીં લાવે તો રોગચાળો ફેલાવાની દહેશત આસપાસના રહીશો દ્વારા કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details