ગુજરાત

gujarat

ETV Bharat / state

યુવા મતદારો માટે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન

વડોદરા: આગામી લોકસભા ચૂંટણીમાં પ્રથમવાર મતાધિકારનો ઉપયોગ કરી નાગરિકની ફરજ નિભાવનારા યુવા મતદારોનો કાર્યક્રમ MSU ખાતે યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, સ્ટાફ તેમજ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી, જિલ્લા કલેક્ટર શાલીની અગ્રવાલ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

By

Published : Mar 20, 2019, 8:38 PM IST

સ્પોટ ફોટો

જિલ્લા ચૂંટણી તંત્રના ઉપક્રમે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને MS યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટી કેમ્પસના સી.સી.મહેતા હોલમાં મતોત્સવ-2019નું આયોજન કરવામા આવ્યુંહતું. જેમાં ખાસ કરીને ખૂબ ગરમી છે, મતદાન મથકે મોટી લાઇન છે એના કરતાં મુવી જોવું સારૂં, મત આપવાથી કોનું ભલુ થયું છે, મારો એક મત નહીં પડે તો કઇ આભ તૂટી પડશે જેવી બહાનાબાજી વગર ૨૩મી એપ્રિલના લોકસભા ચૂંટણી માટે અવશ્ય મતદાન કરવાનો સંદેશો આપવામાં આવ્યો હતો.

ચૂંટણી પંચના ગુજરાત માટેના યુવા બ્રાંડ એમ્બેસેડર આર.જે. જાહન્વીએ યુવાનોને પ્રોત્સાહિત કરતાં કહ્યું કે, મતદાન કરવામાં જ ખરી કૂલનેશ છે. કોમેડી ફેક્ટરીના મનન દેસાઇએ યુવા સમુદાયને મતદાનના દિવસને ઉજવણીનો દિવસ ગણીને, સગાવહાલાં, મિત્ર મંડળ સાથે મતદાનની મોજ માણવા જણાવ્યું હતું. જોકે આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ યુવાનો અને ત્યાં હાજર લોકોએ મતાધિકારનો ઉપયોગ કરી મત કરવાના શપથ લીધા હતા.

ABOUT THE AUTHOR

...view details