- નેતાઓના દબાણમાં અધિકારી-કર્મચારીઓનું કામકાજ
- લાફો ઝીંકવાની,ધમકાવાની ઘટનાને ડામવા રજૂઆત
- સામાજિક કાર્યકરે મેયર,સ્થાયી ચેરમેન અને મ્યુ.કમિશનરને આવેદનપત્ર આપ્યું
વડોદરાઃ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ પર દબાણ લાવી અને ધમકાવી કરાવવામાં આવતા કામોની ઘટનાઓને ડામવા માટે સામાજિક કાર્યકરે મેયર,સ્થાયી સમિતિના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી. વડોદરા શહેરમાં પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓને લાફા ઝીંકી,ધમકાવી દબાણ પૂર્વક કામ કરાવવા મજબૂર કરવામાં આવતી હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી.ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તેમના પીઠબળ હેઠળ કાર્યરત રહેતા આગેવાનો દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓ પર જોરજુલમ કરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે હવેથી જો કોઈ આવી ઘટના બને તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી સામાજીક કાર્યકર અતુલ ગામેચીએ કરી હતી.
આ પણ વાંચોઃ વડોદરા: ફાયર બ્રિગેડ દ્વારા 5 હોસ્પિટલોને સીલ કરવામાં આવી
અધિકારીઓ અને કર્મચારીઓ કામ ન કરતા હોય તો સસ્પેન્ડ કરવા સુધીની સત્તા કમિશનર પાસે
વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ધમકાવી,દબાણ હેઠળ કામ કરાવવામાં આવતું હોવાની ઘટનાઓ ડામવા માટે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ મેયર,સ્થાયી સમિતિના ચેરમેન અને મ્યુ.કમિશનરને રજૂઆત કરી હતી.તેઓને જણાવ્યું હતું કે જનતાના મતે ચૂંટાઇ આવતા પ્રતિનિધિઓ છે.પાંચ વર્ષ એમને રહેવાનું હોય છે.પરંતુ આ પાંચ વર્ષમાં આ પ્રતિનિધિઓ,રાજકારણીઓ દ્વારા જે એક સેવક કહેવાય તેમના થકી જોઈ શકાય કે છેલ્લા ઘણા સમયથી અધિકારીઓ અને કર્મચારીઓ સાથે અવનવા બનાવો બનતા આવ્યાં છે.