ગુજરાત

gujarat

ETV Bharat / state

Board Exam 2023: રાજ્યમાં પ્રથમવાર પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થિનીએ લેપટોપથી બોર્ડની પરીક્ષા આપી - Board Exam with Laptop in Vadodara

રાજ્યમાં પ્રથમવાર બોર્ડની પરીક્ષાનું પેપર લેપટોપ દ્વારા દેવામાં આવ્યું છે. વડોદરામાં પ્રજ્ઞાચક્ષુ વિધાર્થીનીએ બે વર્ષની આકરી ટ્રેનિંગ બાદ લેપટોપ પર બોર્ડની પરીક્ષાનું પેપર આપ્યું છે. વડોદરામાં કુલ 24 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે.

Board Exam 2023 : રાજ્યમાં પ્રથમવાર પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થિનીએ બોર્ડની પરીક્ષા આપી લેપટોપથી
Board Exam 2023 : રાજ્યમાં પ્રથમવાર પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થિનીએ બોર્ડની પરીક્ષા આપી લેપટોપથી

By

Published : Mar 15, 2023, 4:18 PM IST

વડોદરા : સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે. આ પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય છે. ત્યારે આ બોર્ડની પરીક્ષામાં પ્રજ્ઞાચક્ષુ વિધાર્થીઓ માટે આજદિન સુધી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી સાથે એક રાઇટર હોય છે. તે તેના આધારે પરીક્ષા આપતા હોય છે, પરંતુ વડોદરા શહેરની એશા મકવાણાએ કોઈપણ રાઇટર વગર રાજ્યમાં પ્રથમવાર લેપટોપ પર ધોરણ 10ની પરીક્ષાનું પેપર આપ્યું હતું.

છેલ્લા બે વર્ષથી આકરી ટ્રેનિંગ બાદ પરીક્ષા :વડોદરા શહેરમાં બોર્ડની પરીક્ષા આપનાર કુલ 24 વિધાર્થીઓ પ્રજ્ઞાચક્ષુ છે. જેમાંથી 20 પ્રજ્ઞાચક્ષુ વિધાર્થીઓ શહેરની રોઝરી સ્કૂલમાં પરીક્ષા આપી હતી. આ વિદ્યાર્થીઓમાં એક વિદ્યાર્થીની પોતે રાઇટર વિના જ લેપટોપથી પરીક્ષા આપી હતી. જે રાજ્યની પ્રથમ વિદ્યાર્થીની બની છે. જે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં પણ રાઇટરનો ઉપયોગ ન હતો કર્યો. આ વિદ્યાર્થીનીએ છેલ્લા બે વર્ષથી ટ્રેનિંગ લઈ રહી હતી.

આ પણ વાંચો :Board Exams 2023 : ધોરણ 10ના ગુજરાતીના પેપરમાં નિબંધનું મહત્વ, મોબાઇલના લાભાલાભ સહિત કયા નિબંધ પૂછાયા જૂઓ

બે વિધાર્થીઓએ આપી રાઇટર વગર પરીક્ષા :વડોદરા શહેર ખાતે સમાજ સુરક્ષા સંકુલ ખાતે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થળ પર 24 વિધાર્થીઓ પૈકી 22 જેટલા વિદ્યાર્થીઓને રાઇટર માટેની મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ એશા મકવાણાને ધોરણ 10ની પરીક્ષા લેપટોપથી આપી હતી. રાજ્યમાં પ્રથમવાર કોઈ વિદ્યાર્થીનીએ બોર્ડની પરીક્ષા લેપટોપથી આપી હોવાનો આ પ્રથમ કિસ્સો છે. તો અન્ય એક વિદ્યાર્થી અનુજ પાંડેએ રાઇટર વગર લેખિત પરીક્ષા આપી હતી. તેણે બ્રેઇલ લિપિમાં વાંચીને પોતાના હાથેથી જ પેપર લખ્યું હતું. તેણે પણ કોઈ રાઇટરનો સહારો લીધો ન હતો. એટલે શહેરમાં બે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ દ્વારા રાઇટર વગર પરીક્ષા આપી હતી.

આ પણ વાંચો :Board Exam 2023 : પરિવાર અને સમાજના વિરોધ વચ્ચે પત્નીને બોર્ડની પરીક્ષા અપાવતો પતિ

શું છે સ્ક્રીન રીડિંગ એનવિડી સોફ્ટવેર? :એશા દ્વારા લેપટોપના માધ્યમથી આપવામાં આવેલી પરીક્ષામાં ખાસ કરીને એક સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સોફ્ટવેર દ્વારા વિદ્યાર્થીની જે કઈ ટાઈપ કરતી હતી. તે તમામ લખાણ આ સોફ્ટવેરના માધ્યમથી એશાને સંભળાતું હતું. તેનું પ્રશ્નપત્ર બ્રેઇન લિપિમાં હોવાથી તેને વાંચવામાં સરળતા રહેતી હતી, પરંતુ લખાણ માટે રાઇટર ન હોવાથી સોફ્ટવેરના સહારે લેપટોપના માધ્યમથી પરીક્ષા આપી હતી. જે એક ચર્ચાનો વિષય બન્યો છે. એશા અગાઉ પ્રીમિલરી પરીક્ષામાં ખૂબ સારું પર્ફોમ કર્યું હતું. એશા પ્રથમ વિદ્યાર્થીની છે કે જેણે બોર્ડની પરીક્ષા લેપટોપ દ્વારા આપી છે. એક પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે એક પહેલ બની રહેશે.

ABOUT THE AUTHOR

...view details