વડોદરા કોરોનાનો વ્યાપ વધતા તંત્ર હરકતમાં આવ્યું છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાની(Vadodara Municipality Corporation) ટિમ પણ હવે દોડતી થઈ છે. સાવચેતીના ભાગરૂપે સયાજી હોસ્પિટલના અધિકારીઓ સાથે મેયરે અને ટીમ (Covid-19 Case in Vadodara) દ્વારા ખાસ બેઠક કરવામાં આવીહતી. આવનાર દિવસોમાં કોરોનાના સંભવિત જોખમ પહોંચી વળવા માટે તૈયારીઓની સમીક્ષા કરી હતી. જોકે, વડોદરામાંથી એક ગંભીર કહી શકાય એવો કેસ સામે આવતા દોડધામ મચી ગઈ હતી.
પ્લાન્ટની ક્ષમતા અને પ્લાન્ટની ચકાસણીસયાજી હોસ્પિટલમાં(Vadodara Municipality) ફરી એક વખત કોરોનાના વોર્ડ, બેડ, ઓક્સિજન પ્લાન્ટ સક્રિય કરાયા છે. વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી પણ કરવામાં આવી રહી છે. અહીં 5 થી 5500 લીટર પ્રતિ મિનિટ ઓક્સિઝન ઉત્પાદન કરતો પ્લાન્ટ SSGમાં સક્રિય કરાઇ રહ્યો છે ઉપરાંત 20-20 હજાર લિટર ની બે ટેન્ક પણ ઉપલબ્ધ છે સાથે સાથે બંને ટેન્ક મળી કુલ 40 હજાર લિટર કરતા વધુ પ્રાણવાયુ નું ઉત્પાદન કરવા માં આવી રહ્યું છે અહીં કેટલાક કેસો માં ઓક્સિજન ના સિલિન્ડર પણ મંગાવવામાં આવતા હોય છે, દર્દીઓ ને મુશ્કેલી ન પડે તેના માટે તંત્ર ને સજજ કરવા માં આવી રહ્યું છે.